Site icon Gujarat Mirror

મહુવામાં PSI અને GRD જવાન ઉપર પશુપાલકનો હુમલો

રોડ પરથી ઢોર હટાવવાનું કહેતા પીએસઆઇ-પશુપાલક વચ્ચે જાહેરમાં જામી પડી

ભાવનગર જિલ્લાના મહુવામાં પીએસઆઇ અને પશુપાલક વચ્ચે બાકાજીકી બોલ્યાની ઘટના સામે આવી છે. બંને વચ્ચે લાકડીઓ ઉડી હતી અને સામસામે કાંઠલા પકડી લીધા હતા. જેને લઈને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. મારામારીમાં પીએસઆઇને ઇજા પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાને લઈ પીએસઆઇએ પશુપાલક સામે ફરજમાં રૂૂકાવટની ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે પશુપાલક દ્વારા પણ પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો છે.

જાણવા મળતી વિગતો અનુસાર મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રાજેશ જગરામભાઈ યાદવ અને GRD જવાન નાગજી ગીલાતર ભાવનગર ખાતે આઈ.જી.પી.ની ઇન્સ્પેક્શન પરેડ પતાવી સરકારી વાહનમાં પરત ફરી રહ્યા હતા, રોજકી ડેમ પાસેના નાળા નજીક એક ઇસમ ભેંસોનું ટોળું લઈને રસ્તાની વચ્ચે જઈ રહ્યો હતો, વારંવાર હોર્ન વગાડવા છતાં તેણે સાઇડ આપી ન હતી.7આથી PSI યાદવે નીચે ઊતરીને માલઢોરને રસ્તાની એક બાજુ લેવા અને જાહેર જનતાને પડતી અડચણ બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શખસ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. PSI પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં તેમની સાથે જીભાજોડી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો. વચ્ચે પડેલા GRD જવાન નાગજીભાઈ પર આ શખસે અચાનક લાકડીનો ઘા કરી માથામાં ઇજા પહોંચાડી હતી, આ દરમિયાન PSI યાદવ તેને રોકવા અને સ્વબચાવ કરવા વચ્ચે પડતાં હુમલાખોરે ઙજઈંના માથા પર અને જમણા ખભા પર પણ લાકડીના ઘા માર્યા હતા.

હુમલા બાદ ઈજાગ્રસ્ત PSI અને GRD જવાનને તાત્કાલિક મોટા ખુંટવડા ઈઇંઈ ખાતે ખસેડાયા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે મહુવાની એસ.ઓ.એસ (જઘજ) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી ફરજમાં રુકાવટ અને પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ વિરુદ્ધ PSI રાજેશ યાદવે, ભાવેશ સોસલા સામે ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version