કાજુકતરીનું કમઠાણ, કોર્પોરેશનમાં કોંગ્રેસ-આપની ધબાધબી

જનરલ બોર્ડ પૂર્વે જંગલેશ્ર્વર ડિમોલિશનની જિયાફતનો ઉગ્ર વિરોધ, કોંગ્રેસે કાજુ કતરીનું વિતરણ કર્યુ, આપે પ્લેકાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચની તમામ વિગતો, બિલ…

જનરલ બોર્ડ પૂર્વે જંગલેશ્ર્વર ડિમોલિશનની જિયાફતનો ઉગ્ર વિરોધ, કોંગ્રેસે કાજુ કતરીનું વિતરણ કર્યુ, આપે પ્લેકાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો

ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચની તમામ વિગતો, બિલ અને વાઉચર જાહેર કરવા માગણી, પોલીસ સાથે ઘર્ષણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કરી 25 હજાર લોકોને બેઘર કરી દેવામા આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન મહાનગર પાલિકાના સ્ટાફે કાજુકતરી-ખજૂરરોલ સહિતના ખાણી-પીણીના રૂા.27 લાખના બિલ સ્ટેન્ડિંગ કમિટિમાં રજૂ કરતા ભારે વિવાદ સર્જાયો છે.

જો કે, સ્ટેન્ડિંગ કમિટિએ અભ્યાસ માટે આ રૂા.27 લાખના ભોજનની દરખાસ્ત પોસ્ટ મોર્ટમ માટે પેન્ડિંગ રાખી દીધી છે. પરંતુ આજે જનરલ બોર્ડની બેઠક પૂર્વે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ડિમોલિશન ઉપર જિયાફતના લાખો રૂપિયાના ખર્ચનો ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો. કોંગ્રેસ અને આપના કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ અને કાજુકતરીના પેકેટ લઇ કોર્પોરેશનમાં પહોંચતા પોલીસ સાથે ઘર્ષણ થયુ હતું અને ધક્કામુકી પણ થઇ હતી.

આમ આદમી પાર્ટીએ મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવી જણાવેલ છે. જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલેશન કામગીરી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ દ્વારા અંદાજે રૂૂ. 27 લાખ જેટલો ખર્ચ ચા-પાણી, નાસ્તા, મીઠાઈ તથા અન્ય આતિથ્ય પાછળ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરની જનતા મહાનગરપાલિકાને વિવિધ પ્રકારના વેરા અને કર સ્વરૂૂપે રકમ ચૂકવે છે. બીજી તરફ સામાન્ય નાગરિકો પાસેથી એડવાન્સ વેરો ઉઘરાવવામાં આવે છે, યારે જનતાના ટેક્સના પૈસાનો વિનજરૂૂરી અને અતિશય ખર્ચ કરવામાં આવ્યો હોય તેવી બાબત સામે આવી રહી છે.

જો આ માહિતી સાચી હોય તો તે જાહેર નાણાંનો દુર્વ્યય છે.આવેદન પત્રમાં જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન થયેલા તમામ ખર્ચની વિગત જાહેર કરવા, રૂ. 27 લાખના ખર્ચ અંગે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવા, ખર્ચના તમામ બિલ, વાઉચર અને મંજૂરી સંબંધિત દસ્તાવેજો જાહેર કરવા, જો કોઈ અધિકારી અથવા કર્મચારી દ્વારા જાહેર નાણાંનો ગેરવાજબી ઉપયોગ થયો હોય તો તેમની સામે કડક વહીવટી અને કાયદેસરની કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં જનતાના ટેક્સના નાણાંનો બિનજરૂૂરી ખર્ચ ન થાય તે માટે પારદર્શક નીતિ અમલમાં મૂકવા માંગણી કરવામાં આવી છે.