Site icon Gujarat Mirror

જેતપુરમાં 3.40 લાખનો દારૂ-બિયર ભરેલી કાર ઝડપાઇ

8.60 લાખના મુદ્દામાલ સાથે નામચીન બૂટલેગરની ધરપકડ

જેતપુરના ભાદરનદીના કાઠેથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે રૂૂ.3.40 લાખનો વિદેશી દારૂૂ-બીયર ભરેલ કાર સાથે નામચીન બુટલેગરની ધરપકડ કરી રૂૂ.8.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.દારૂૂ મંગાવનાર શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ,જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા તહેવારો ઉપર બુટલેગરો ઉપર તૂટી પડવા આદેશ આપી દારૂૂ અને જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોઇ જે સુચના અન્વયે જેતપુર વિભાગના ડી.વાય.એસ.પી, આર.એ. ડોડીયા માર્ગદર્શન હેઠળ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બત્મના આધારે જેતપુર ભાદરના સામાકાંઠે ઓપન સીનેમા પાછળથી જીજે 04 ઈએ 3391 નંબરની ક્રેટા કારને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂૂ. 2,33,280ની કીમતના 648 ટીન બીયર તેમજ 1.07 લાખની કીમતનો વિદેશી દારૂૂ સહીત રૂૂ.3.40 લાખના મુદ્દામાલ સાથે ભાદરના સામાકાંઠે, પટેલ ચોક જેતપુર રહેતા આફતાબ ઉર્ફે દાઉદ અમીનભાઇ કુરેશીની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂૂનો જથ્થો જેતપુરના કિશન મકવાણાએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું ઉદ્યોગનગર પોલીસે રૂૂ. 8,60,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉદ્યોગનગર પોલીસ મથકના પી.આઈ ડો. એમ.એમ.ઠાકોર સાથે હિતેષભાઇ વરૂૂ, સેજયભાઇ પરમાર, રીઝવાનભાઇ સિજાત, વાસુદેવસિંહ જાડેજા, ચેતનભાઇ ઠાકોર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Exit mobile version