Site icon Gujarat Mirror

ભાવનગર રોડ મનપાની કચેરી પાસે યુવાનને ગઠિયા ભટકાયા, ચાંદીના કડાની ચીલઝડપ

રાજકોટમાં કુવાડવા રોડ વિવાહ પાર્ટી પ્લોટમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અજય સુરસિંહ કેગુસિંહ ભુરીયા(ઉ.વ.23) સાથે વાતચીત કરી નજર ચૂકવી બે શખ્સોએ તેમની 17 હજારના ચાંદીનું કળું સેરવી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.17/08/2025 ના રોજ હું તથા મારો મિત્ર નરવેસિંહ ખુમસિંહ મેડા બન્ને રવિવાર હોવાથી આજીડેમ ચોકડી બાજુ ગયેલ હતા અને મે મારા હાથમાં મારૂૂ ચાંદીનુ કડુ પહેરેલ હતુ પરંતુ આ કડુ મને ઢીલુ થતુ હોય જેથી મે આ કડુ મારી પાસે રહેલ થેલીમા રાખેલ અને જે થેલી હાથમા લઇને આજીડેમ રવીવારી બજારમા ફરેલ હતા અને બાદ હું તથા આ મારો મિત્ર નરવેસિંહ બન્ને બપોરના આશરે બે વાગ્યાની આસપાસ રીક્ષામા બેસી ભાવનગર રોડ, આર.એમ.સી.ઓફીસ સામે રીક્ષામાથી ઉતરી ચાલીને રોડ ક્રોસ કરી બગીચા તરફ જતા હતા.

ત્યારે બે અજાણ્યા શખ્સો અમારી પાસે આવેલ અને અમારી સાથે ગુજરાતી ભાષામાં વાતચીત કરતા હતા.આ શખ્સે મારા હાથમા 2હેલ ચાંદીના કડા વાળી થેલી એકદમ આંચકીને (ઝુટવીને) આ બન્ને શખ્સો ભાગવા લાગ્યા હતા.તેનો પીછો કરતા બંને મળી આવ્યા નહોતા અને બાદમાં આ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે બને આરોપીની ઓળખ મેળવી સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

Exit mobile version