Site icon Gujarat Mirror

આટકોટ પાસે રૂા.4.82 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

ગોંડલના બે શખ્સોની ધરપકડ કરી રૂા.8 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે દારુ જુગાર અંગે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર ને નિર્દેશ આપ્યા બાદ દારુનાં ધંધાર્થીઓ પર પોલીસ ત્રાટકી રહી છે. તાલુકા પોલીસ સ્ટેશનનાં પ્રોબેશન IPS પ્રખરકુમારના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ઉચી કિંમત નો વિદેશી દારુનો જથ્થો જડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ સોલંકી અને કોન્સ્ટેબલ જયદીપભાઈ ધાધલને માહિતી મળી કે એક સફેદ રંગની સ્વીફ્ટ કારમાં આટકોટ તરફથી ઈંગ્લીશ દારૂૂ ભરી ગોંડલ તરફ લાવવામાં આવી રહ્યો છે.

માહિતીના આધારે પીએસઆઇ સોલંકી,એએસઆઈ રવિરાજસિંહ, પ્રતાપસિંહ, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ, લખધિરસિંહ સહિત પોલીસ સ્ટાફ ઘોઘાવદર પાસે વોચ રાખી પસાર થઇ રહેલી જીજે 3 એફ 5967 નંબર ની સ્વિફ્ટ કાર અટકાવી તપાસ કરતા તેમાંથી સ્કોચ વિસ્કી નંગ 156 કિંમત રુ.4,82,940 મળી આવતા કાર માં રહેલા ગોંડલ નાં આરિફ ઉર્ફ રઘો દિલાવરભાઇ ખોખર તથા દિપક મોહનભાઈ વેકરીયા ને જડપી લઇ રુ.ત્રણ લાખની કિંમત ની સ્વિફ્ટ કાર તથા રુ.વીસ હજાર ની કિંમત નાં મોબાઇલ મળી કુલ રુ.8,02,040 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિદેશી દારુ મોકલનાર વિંછીયા નાં માત્રા ગામ નાં ભાણુભા નામનાં શખ્સ ની શોધખોળ શરુ કરી છે.

Exit mobile version