ભારતીય મઝદૂર સંઘની રજૂઆતને સફળતા
ભારતીય મઝદૂર સંઘ,રાજકોટ તથા ભારતીય મઝદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવેની યાદી જણાવે છે કે ગામ: ચાંદલી,લોધિકાના આંગણવાડી કાર્યકર મંજુલાબેન જીવાભાઇ પરમાર તારીખ.16-12-1994 અને પગાર રૂૂ. 1000/- થી કામ કર્તા હતા. તારીખ.30-09-2025 ના નોકરીમાંથી નિવૃત થયા.તાલુકા વિકાસ અધિકારી અને પી.ઑ.લોધિકાને ગ્રેચ્યુટીની રકમ ચૂકવી આપવા અવાર નવાર મૌખિક માંગણી કરવા છતાં ચૂકવવામાં આવેલ નહીં.અને ગ્રાન્ટ આવીએ ચૂકવાશે એવો જવાબ દેવામાં આવતો હતો.
આથી અરજદાર મંજુલાબેન પરમારે ભારતીય મઝદૂર સંઘ,રાજકોટને સંપૂર્ણ વિગત જણાવી ત્યારબાદ તારીખ.2-2-2026 ના રોજ રૂૂપિયા. 17,8846/- વ્યાજ સહિત ચૂકવી આપવા મદદનીશ મજૂર અધિકારી અને નિયંત્રણ અધિકારી, ગ્રેચ્યુટી ચુકવણી અધિનિયમ 1972 સમક્ષ ફરિયાદ અને માંગણી કરેલ હતી.આ ફરિયાદના આધારે તારીખ.11-03-2026 ના રોજ હાજર રહેવા નોટિશ કાઢવામાં આવેલ. તે દરમિયાનમાં મંજુલાબેનની માંગણી અને ફરિયાદને કારણે તાલુકા વિકાસ અધિકારી, લોધિકા,તા. જી. રાજકોટ. રૂા. 1,83,300. 54 પૈસા વ્યાજ સહિત નો ચેક મંજુલાબેનને મળી ગયેલ છે. ભારતીય મઝદૂર સંઘ વતી પી.વી. ત્રિવેદી અને મહેશભાઈ ગોહેલ એ રજૂઆત કરેલ હતી.

