Site icon Gujarat Mirror

મોરબીમાં ગોલ્ડ લોન આપવાના બહાને સાડા છ તોલા સોનું બારોબાર વેંચી માર્યું

મોરબીના લાલપર ગામે વિશ્વાસઘાતનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના લાલપર ગામ નજીક પવનસુત પ્લાઝાની ચોથી માળે આવેલી કેવલ પેલેટ નામની ઓફિસમાં બનેલી ઘટનામાં આરોપીઓએ છેતરપિંડી કરી વેપારીને ગોલ્ડ લોન આપવાના બહાને સાડા છ તોલા સોનાના દાગીના બારોબાર વેચી મારી છેતરપિંડી કરીનાર બે આરોપીઓ સામે ફરીયાદ નોંધાઈ છે. મોરબીના લક્ષ્મીનગર ગામે ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં કેતનભાઈ ભીમજીભાઈ વાઘેલ (ઉ.વ.37) એ આરોપી કીર્તીકુમાર કનુભાઈ વરાણીયા રહે. નવી પીપળી શીવપાર્ક સોસાયટી તા. મોરબી તથા પ્રમીલકુમાર ચતુર્વેદી રહે. હાલ 201 સ્વસ્તિક સીટી પુજા ફાર્મની બાજુમાં અસલાલી અમદાવાદ મૂળ રહે ઉતરપ્રદેશવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીને રૂૂપિયાની જરૂૂરત હોય અને તેમના ઉપર ગોલ્ડ લોન થઈ શકે તેમ ન હોય જેથી આરોપી કીર્તિકુમર ફરિયાદીને ત્યાં ઘણા સમયથી કામ કરતા હોય જેથી તેના ઉપર વિશ્વાસ રાખી ફરિયાદીએ તેના સોનાના દાગીના (1) સોનાનું મંગળસુત્ર 27.20 ગ્રામ (2) સોનાની ચેન ,માળા, હાર 15.42 ગ્રામ (3) સોનાની કાનની બુટી(ચાર) 10.80 ગ્રામ (4) સોનાની કાનની સેર (બે) 04.45 ગ્રાન (5) સોનાની હાથની વીટીં (બે) 03.70 ગ્રામ એમ કૂલ આશરે સાડા છ તોલા સોનું આશરે કિ.રૂા.7,50,000નું ગોલ્ડ લોન લેવા માટે આપેલ અને બાદ ફરિયાદીને સોનાના દાગીનાની જરૂૂરત પડતા ફરિયાદીએ આરોપી નં.(1) ને સોનાના દાગીના છોડાવવા માટે કહેતા અરોપીઓએ મળીને ફરિયાદીના સોનાના દાગીના છોડાવી લઈ બારોબાર ફરિયાદીની જાણ બહાર વેચી દઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

ટ્રક અડફેટે મોત
મોરબીના લાલપર ગામ પાસે મોરબી વાંકાનેર હાઇવે શૈલેષ વે બ્રીજ સામે પગપાળા જતા આધેડને ટ્રકે ઠોકરે લેતા રાહદારીનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. ફરિયાદીના ભાઈ રસીકભાઇ ભીખાભાઇ જીવાણી પગપાળા જઈ રહ્યા હોય ત્યારે લાલપર ગામ પાસે મોરબી વાંકાનેર હાઇવે શૈલેષ વે બ્રીજ સામે ટ્રક RJ32GC6937 નાં ચાલકે ગફલતભરી રીતે પુર ઝડપથી ટ્રક ચલાવી રસિકભાઈને ઠોકર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપઘાત
મોરબીના ભાગ્યલક્ષ્મિ સોસાયટી વેજીટેબલ રોડ ખાતે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ યુવાને આત્મહત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભાગ્યલક્ષ્મિ સોસાયટી વેજીટેબલ રોડ પર રહેતા પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ ઉ.વ.35 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version