Site icon Gujarat Mirror

જસદણ પાસેથી રૂા.6.16 લાખનો વિદેશી દારૂ-બિયર ભરેલી કાર પકડાઇ

જસદણ વિસ્તારમા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી એક ફોરવ્હીલ કાર માંથી રૂૂ.6.16 લાખની વિદેશી દારૂૂની નાની મોટી 2623 નંગ બોટલ અને બિરયનો જથ્થો ઉપરાંત કાર સહીત કુલ રૂૂ. રૂૂ.16,16,649નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તેમજ જીલ્લા પોલીસ વડા વિજય સિંહ દ્વારા જીલ્લામાં દારૂૂની પ્રવુતિ નાબુદ કરવા સુચના આપી હોય જે અન્વયે એલસીબીના પી.આઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના જસદણ પો.સ્ટે વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જસદણ વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો ભરી વાહન પસાર થનાર હોવાની બાતમ ને આધારે વોચ ગોઠવી ટાટા કંપનીની હેરીયર નંબર-જીજે-23-સીબી-1231ને અટકાવતા કારનો ચાલક ફરાર થઇ ગયો હતો.

તેમાં તલાશી લેતા કાર માંથી રૂૂ. 6,16,649ની ભારતીય બનાવટની વિદેશી દારૂૂની નાની મોટી બોટલ નંગ-2623 મળી આવી હતી. એલસીબીએ કુલ રૂૂ.16,16,649 નો મુદામાલ કબજે કરી કાર નંબરના આધારે વધુ તપાસ શરુ કરી છે.એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રીવેદી, અમિતસિંહ જાડેજા, શિવરાજભાઇ ખાચર, ધર્મેશભાઈ બાવળીયા, જીતેન્દ્રભાઇ ગોહિલ, રસિકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા , ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ ખડીયા, અજીમભાઇ સમા, વિજયભાઇ સિંહારે કામગીરી કરી હતી.

Exit mobile version