કણકોટના પાટિયા પાસે અકસ્માત મામલે કારચાલકની જાહેરમાં ધમાલ

રાજકોટ શહેરમા નજીવી બાબતે જાહેરમા મારામારી કરવી તેમજ હથીયાર કાઢી ધમકી આપવાની ઘટનાઓના વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયા છે. ત્યારે આજે સવારના સમયે કાલાવડ…

રાજકોટ શહેરમા નજીવી બાબતે જાહેરમા મારામારી કરવી તેમજ હથીયાર કાઢી ધમકી આપવાની ઘટનાઓના વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયા છે. ત્યારે આજે સવારના સમયે કાલાવડ રોડ પર આવેલા કણકોટના પાટીયા પાસે અકસ્માત મામલે કારનો ચાલક અને તેમની સાથેનો મિત્ર કારની બહાર નીકળી પાછળ ઉભી રહેલી કારના ચાલક સાથે જાહેરમા ગેરવર્તન કરવા લાગ્યા હતા. આ મામલે સોશ્યલ મીડીયામા વિડીયો વાઇરલ થતા તાલુકા પોલીસે બંને શખ્સોને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.