દ્વારકા એક્સપ્રેસ વે ટનલમાં 200ની સ્પીડે કાર દિવાલ સાથે અથડાઇ, યુવકનું મોત

દિલ્હીના દ્વારકા એક્સપ્રેસવેની ટનલમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી કારનો ભયાનક અકસ્માત સર્જાયો છે. અંદાજે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી કાર અચાનક કાબૂ બહાર જતાં…

દિલ્હીના દ્વારકા એક્સપ્રેસવેની ટનલમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી કારનો ભયાનક અકસ્માત સર્જાયો છે. અંદાજે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી કાર અચાનક કાબૂ બહાર જતાં ટનલની દીવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એન્જિન બહાર ફંગોળાઈ ગયું હતું અને વાહનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કારચાલક 22 વર્ષીય યુવકનું મોત થયું છે.

મૃતકની ઓળખ અભિનવ સિંહ તરીકે થઈ છે. તે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી હતો અને ગુરુગ્રામના સેક્ટર-42માં રહેતો હતો. અકસ્માત સમયે તે લુધિયાણાથી ગુરુગ્રામ પરત ફરી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અભિનવ પોતાની મોડિફાઇડ ફોક્સવેગન વર્ટસ કાર ચલાવી રહ્યો હતો. ટનલમાં વાહનો માટે મહત્તમ ઝડપ મર્યાદા 80 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. જોકે, ઈઈઝટ ફૂટેજમાં તેની કાર અંદાજે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળી હતી. ઝડપને કારણે વળાંક પાસે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી ટનલની દીવાલ સાથે અથડાઈ હતી.આ અકસ્માતની તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતની થોડી ક્ષણો પહેલાં અભિનવે કારના સ્પીડોમીટરના ફોટા અને વીડિયો બનાવ્યા હતા. ત્યારબાદ આ વીડિયો અને તસવીરો તેણે સ્નેપચેટ મારફતે પોતાના મિત્રોને મોકલ્યાં હતાં.