દિવાળી પર્વ પર સિવિલમાં 56 મેજર ઓપરેશન સહિત 150 સર્જરી

રાજકોટમાં દિવાળી પર્વની ઉજવણી દરમિયાન વિવિધ કારણોસર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી અને તબીબી ટીમ દ્વારા સતત સારવારનો ધમધમાટ જારી રહ્યો હતો.…

રાજકોટમાં દિવાળી પર્વની ઉજવણી દરમિયાન વિવિધ કારણોસર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી અને તબીબી ટીમ દ્વારા સતત સારવારનો ધમધમાટ જારી રહ્યો હતો.

હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ મુજબ, તહેવારના દિવસોમાં દર્દીઓની સંભાળ માટે વિવિધ વિભાગોમાં અસંખ્ય કેસો નોંધાયા હતા અને જટિલ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા.

આ સમયગાળા દરમિયાન સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓનો મોટો ધસારો રહ્યો હતો, જેમાં ઓર્થોપેડિક ઓપીડીમાં 339 કેસ અને મેડિકલ ઓપીડીમાં 366 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, હોસ્પિટલના તબીબો દ્વારા કુલ 150 સર્જરી કરવામાં આવી હતી, જેમાંથી 56 અત્યંત જટિલ ગણાતા મેજર ઓપરેશન થિયેટરમાં અને 234 કેસો માઈનોર ઓપરેશન થિયેટરમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા.

દિવાળીના આ દિવસોમાં અકસ્માતો, ફટાકડાની ઈજાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે ઈમરજન્સી અને ટ્રોમા સેન્ટર ખાતે દર્દીઓનો સતત ધસારો રહ્યો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફે ખડેપેડે રહીને દર્દીઓને ત્વરિત અને આધુનિક તબીબી સેવાઓ પૂરી પાડી હતી.