કેપ્ટન હેરી કેનનો પેનલ્ટી કિકથી ગોલનો વર્લ્ડ રેકોર્ડ

ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડે અહીં 23મા ફિફા વર્લ્ડ કપમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને ત્રણ પોઇન્ટ સાથે ગ્રૂપ-એલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન…

ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડે અહીં 23મા ફિફા વર્લ્ડ કપમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને ત્રણ પોઇન્ટ સાથે ગ્રૂપ-એલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન વર્લ્ડ કપના ઇતિહાસમાં પેનલ્ટી કિકથી (શૂટઆઉટની કિક નહીં) સૌથી વધુ પાંચ ગોલ કરનાર ખેલાડી બન્યો છે. ઇંગ્લેન્ડ સતત ત્રીજા વર્લ્ડ કપમાં પ્રથમ મેચ જીત્યું છે. ઇંગ્લેન્ડે ફર્સ્ટ હાફમાં બે ગોલ કર્યા હતા. બંને ગોલ હેરી કેનના હતા. એમાંથી એક ગોલ તેણે ક્રોએશિયાના ખેલાડીના ગંભીર ફાઉલને પગલે પગલે મળેલી પેનલ્ટી કિકમાં કર્યો હતો.

પહેલા હાફમાં ક્રોએશિયાએ પણ બે ગોલ કર્યા હતા અને સ્કોર 2-2ની બરાબરીમાં રહ્યો હતો. ક્રોએશિયા વતી બાટુરિના અને મુસાએ એક-એક ગોલ કર્યો હતો. સેક્ધડ હાફમાં બંને ટીમ વચ્ચેની રસાકસી વધુ તીવ્ર બની હતી. આખી મેચમાં ઇંગ્લેન્ડના 12 શોટ્સ ઑન ટાર્ગેટ હતા જેની તુલનામાં ક્રોએશિયાના ફક્ત પાંચ હતા. જોકે બેલિંગમ અને રેશફર્ડે એક-એક ગોલ કરીને ઇંગ્લેન્ડને 4-2થી રોમાંચક વિજય અપાવ્યો હતો. આર્જેન્ટિનાએ 3-0ના માર્જિન સાથે અલ્જીરિયાને જે મેચમાં હરાવ્યું એને બાદ કરતા ઇંગ્લેન્ડ-ક્રોએશિયાની મેચ આ વખતની ટૂર્નામેન્ટની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ મેચ ગણાય છે.