Site icon Gujarat Mirror

મરિયમ નવાઝને ‘રાણી’ કહેવું ભારે પડ્યું, નસીમ શાહને 2 કરોડનો દંડ

 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સ્ટાર ફાસ્ટ બોલર નસીમ શાહ વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેતા ભારે દંડ ફટકાર્યો છે. પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 દરમિયાન સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક વિવાદાસ્પદ પોસ્ટ માટે નસીમ શાહને 2 કરોડ પાકિસ્તાની રૂૂપિયા (PSL) નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ પાકિસ્તાની ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ માનવામાં આવી રહ્યો છે. આ વિવાદની શરૂૂઆત PSL-11 (2026) ના ઉદ્ઘાટન સમારોહથી થઈ હતી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં આયોજિત ઓપનિંગ સેરેમનીમાં પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મરિયમ નવાઝના શાહી સ્વાગત અને ત્યાં તેમને આપવામાં આવેલા પ્રોટોકોલને જોઈને નસીમ શાહના ઓફિશિયલ ’ડ’ એકાઉન્ટ પરથી એક કટાક્ષભરી પોસ્ટ કરવામાં આવી હતી.

નસીમે પીસીબીના ઓફિશિયલ વિડિયોને ક્વોટ-ટ્વિટ કરતા લખ્યું હતું કે, “તેમને (મરિયમ નવાઝને) લોર્ડ્સમાં ’ક્વીન’ જેવું સન્માન શા માટે આપવામાં આવી રહ્યું છે?” આ પોસ્ટ થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ હતી, જેણે પાકિસ્તાની રાજકીય અને ક્રિકેટ જગતમાં હોબાળો મચાવી દીધો હતો. પોસ્ટ વાયરલ થયા બાદ અને ટીકાઓ વધતા નસીમ શાહે તરત જ તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને આ પોસ્ટ તેમણે નથી કરી. PCB ની શિસ્ત સમિતિએ સોમવારે યોજાયેલી સુનાવણી બાદ નસીમ શાહ પર આકરો દંડ લાદવાનો નિર્ણય કર્યો હતો. તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની વિવિધ કલમોના ભંગ બદલ 2 કરોડ PSL ચૂકવવાનો આદેશ અપાયો છે.

Exit mobile version