Site icon Gujarat Mirror

ઇરાન પર પરમાણુ બોમ્બ ઝિંકાશે: UNO રાજદ્વારીનો ધડાકો

 

વરિષ્ઠ અધિકારી મોહમ્મદ સફાએ રાજીનામું આપતા કર્યો ઘટસ્ફોટ: અમેરિકાને ઇશારે ઞગઘમાં પરમાણુ બોમ્બ મંજૂરીની હિલચાલ

 

અમેરિકા હવે યુધ્ધના અંતિમ ચરણની તૈયારીમાં હોય એ રીતે લડતનો તખ્તો યુનાઇટેડ નેશન્સ (યુનો) ના તખ્તા સુધી પહોંચી ગયો હોવાનો અને યુનો દ્વારા અમેરિકાને ઇરાન પર પરમાણું બોમ્બ ફેંકવાની અનુમતિ મળવા અંગે લોબિંગ શરૂ થયાનો ઘટસ્ફોટ થતાં દુનિયાભરમાં સનસનાટી મચી ગઇ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક નવયુવાન રાજદ્વારી મોહમ્મદ સફાએ પોતાના રાજીનામામાં ઉકત વિગતોનો સંકેત આપતા ખુદ રાષ્ટ્રસંઘમાં અને વોશિંગ્ટન ડીસીમાં પણ દોડધામ મચી ગઇ છે.

મિસ્ટર સફા કે જેઓ આતંર રાષ્ટ્રીય બાબતોના નિષ્ણાંત છે તેમણે આપેલા રાજીનામાનો અર્થ મિડલ ઇસ્ટ વિશ્ર્લેષકો એવો કરે છે કે ખાર્ગ ટાપુ કબજે કરવાને બહાને અમેરિકા ઇરાન પર પરમાણું બોમ્બ ફેંકી શકે છે, કારણ કે મિડલ ઇસ્ટનો આખો નકશો બદલવાની ધમકી ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ ઉચ્ચારી ચુકયા છે.

યુએનના એક રાજદ્વારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આંતરરાષ્ટ્રીય સંગઠન પર એવી પરિસ્થિતિ માટે તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે કે તેઓ ઈરાન પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. મોહમ્મદ સફાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટમાં રાજીનામાની જાહેરાત કરી. તેમણે પોસ્ટ સાથે એક પત્ર પણ શેર કર્યો છે, જેમાં તેમના નિર્ણયના કારણો સમજાવવામાં આવ્યા છે.
મોહમ્મદ સફાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં જણાવ્યું હતું કે તેમણે આ નિર્ણય ખૂબ વિચાર-વિમર્શ પછી લીધો છે. સફાએ એવો પણ દાવો કર્યો હતો કે યુએનના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ એક શક્તિશાળી લોબીના ઈશારે કામ કરી રહ્યા છે. મોહમ્મદ સફાએ લખ્યું- મને નથી લાગતું કે લોકો આ પરિસ્થિતિની ગંભીરતાને સમજે છે, કારણ કે યુએન ઈરાનમાં પરમાણુ શસ્ત્રોના સંભવિત ઉપયોગ માટે તૈયારી કરી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતા સફાએ સમજાવ્યું- આ તેહરાનનો ફોટો છે. આ તે અભણ, વિશ્વ પ્રવાસ ન કરનારા, ક્યારેય લશ્કરમાં સેવા ન આપેલા, યુદ્ધ-પ્રેમી લોકો માટે છે જેઓ તેના પર બોમ્બમારો કરવાના વિચારથી જ પોતાના હોઠ ચાટી રહ્યા છે. સફાએ આગળ જણાવ્યું – આ ઓછી વસ્તીવાળું રણ નથી. અહીં પરિવારો, બાળકો, પાલતુ પ્રાણીઓ છે. સામાન્ય મહેનતુ લોકો પોતાના સપનાઓ સાથે જીવન જીવે છે. યુદ્ધ ઈચ્છવું એ એક બીમાર માનસિકતા છે.

મોહમ્મદ સફાએ આગળ લખ્યું- તેહરાન આશરે 1 કરોડ લોકોનું શહેર છે. કલ્પના કરો કે જો વોશિંગ્ટન, બર્લિન, પેરિસ, લંડન અથવા આવા અન્ય કોઈ શહેર પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે, તો શું થાય? વિશ્ર્વ સમુદાયે એનો પણ વિચાર કરવાનો રહે છે. સફાએ સમજાવ્યું- આ માહિતી લીક કરવા માટે મેં મારી રાજદ્વારી કારકિર્દી છોડી દીધી છે. મેં મારી ફરજો સસ્પેન્ડ કરી દીધી જેથી હું માનવતા વિરુદ્ધના આ ગુનાનો ભાગ ન બનું અથવા તેનો સાક્ષી ન બની શકું. મેં આ ન્યૂક્લિયર વિન્ટરને રોકવાના પ્રયાસમાં કર્યું, તે પહેલાં કે બહું જ મોડું થઈ જાય.
સફાએ આગળ સમજાવ્યું- ગઈકાલે, યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ 1 કરોડ લોકોએ નો કિંગ્સના નારા લગાવતા વિરોધ પ્રદર્શનો કર્યો. પરમાણુ શસ્ત્રોના ઉપયોગની શક્યતાને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ.

તે અત્યંત ખતરનાક છે. મોહમ્મદ સફાએ સંયુક્ત રાષ્ટ્રમાં પેટ્રિઓટિક વિઝન (જેને PVA તરીકે પણ ઓળખવામાં આવે છે)ના મુખ્ય પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. ઙટઅએ સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદમાં વિશેષ સલાહકાર દરજ્જો ધરાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામના ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ અનુસાર, સફા 2013થી પેટ્રિઓટિક વિઝન ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. 2016માં PVA એ તેમને સંયુક્ત રાષ્ટ્રમાં તેના કાયમી પ્રતિનિધિ તરીકે નામાંકિત કર્યા હતા.

 

દોસ્ત, દોસ્ત ના રહા: સાથી મિત્ર દેશો ટ્રમ્પથી વિખૂટા પડી ગયા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ધીમે ધીમે એકલા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈરાન સામેના આ જંગમાં અમેરિકાને તેના જ બે મોટા અને વિશ્વાસુ સાથી દેશો – બ્રિટન અને સ્પેન તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ ઈરાનમાં પોતાના સૈનિકો નહીં ઉતારે, કારણ કે આ લડાઈ તેમની નથી. બીજી તરફ, સ્પેને પણ પોતાના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) અને સૈન્ય મથકોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેનાથી અમેરિકા માટે આગળની કાર્યવાહી વધુ મુશ્કેલ બની ગઈ છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે અમેરિકાને સાથ આપવાની ના પાડતા ઈરાનમાં પોતાના સૈનિકો મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે આમ કરીને તેઓ બ્રિટનને આ યુદ્ધની સીધી સંડોવણીથી દૂર રાખી રહ્યા છે. સ્ટાર્મરે પોતાના એક નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “આ આપણી લડાઈ નથી. અમે તેમાં સામેલ થઈશું નહીં.” તેમણે વધુમાં જણાવ્યું કે બ્રિટનની ભૂમિકા આ યુદ્ધમાં માત્ર રક્ષણાત્મક રહેશે.

બ્રિટન બાદ યુરોપના અન્ય એક દેશ સ્પેને પણ અમેરિકાને મોટો ફટકો આપ્યો છે. સ્પેને આ યુદ્ધમાં સામેલ કોઈપણ લશ્કરી વિમાનોને પોતાના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) નો ઉપયોગ કરવા પર સખત પ્રતિબંધ મૂકી દીધો છે. સ્પેને સ્પષ્ટતા કરી છે કે તેના ’રોટા’ અને ’મોરોન’ સૈન્ય થાણાઓનો ઉપયોગ સીધી લડાઈ કે લડાકુ વિમાનોમાં ફરીથી ઈંધણ ભરવા માટે કરી શકાશે નહીં. સ્પેનના આ કડક નિર્ણયની સીધી અસર અમેરિકાની સૈન્ય તૈયારીઓ પર પડી છે. એરબેઝના ઉપયોગની મનાઈને કારણે, અમેરિકાએ સ્પેનના મોરોન એર બેઝ પર પોતાના ખતરનાક ઇ-52 અને ઇ-1 બોમ્બર વિમાનો તૈનાત કરવાનો પ્લાન મજબૂરીમાં પડતો મૂકવો પડ્યો છે. આ અંગે સ્પેનના અર્થતંત્ર મંત્રીએ જણાવ્યું હતું કે, યુદ્ધમાં ભાગ લેતી ફ્લાઈટ્સ માટે એરસ્પેસ બંધ કરવાનો તેમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ટાળવાનો છે.

Exit mobile version