Site icon Gujarat Mirror

એક્ટર પ્રકાશ રાજની માતા સુવર્ણલતાનું નિધન

86 વર્ષના સુવર્ણલતાને બ્રેન સિસ્ટની સમસ્યા હતી

બોલિવૂડના જયકાંત શિખરે એટલે કે પ્રકાશ રાજની માતા સુવર્ણલતાનું 29 માર્ચના નિધન થયું છે. 86 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવ્યા છે. પ્રકાશ રાજે એકવાર જણાવ્યું હતું કે તેમની માતાને બ્રેન સિસ્ટ હતું જેના કારણે તેમની સર્જરી કરાવવામાં આવી હતી. પ્રકાશ રાજે જણાવ્યું હતું કે બ્રેન સિસ્ટની સર્જરી બાદ તેમની માતાને યાદશક્તિની સમસ્યા સર્જાઈ હતી.

તેમની માતાના નિધનના સમાચારને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સદસ્ય અને પ્રશંસકોના પરિવાર દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને એક્ટર પવન કલ્યાણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે મને એ જાણીને ઘણું દુ:ખ થયું કે એક્ટર પ્રકાશ રાજની માતા શ્રીમતી સુવર્ણલતા ગારુનું નિધન થયું છે. હું પ્રાર્થના કરું છું કે તેમની આત્માને શાંતિ મળે. હું પ્રકાશરાજ ગારુ અને તેમના પરિવારના દરેક સદસ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. મહત્વનું છે કે પ્રકાશ રાજ છેલ્લે ધ કોલ હિમ ઓજી અને દેવારા પાર્ટ 1માં જોવા મળ્યો હતો. હાલ તે દ્રશ્યમ 3 ઉપર પણ કામ કરી રહ્યા છે.

Exit mobile version