Site icon Gujarat Mirror

મોબાઈલ આઈડીમાં કસીનો ગેમ્સમાં ઓનલાઈન સટ્ટો રમતો વેપારી ઝડપાયો

શહેરના ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ પાસેથી પોલીસે મોબાઈલ આઈડીમાં કસીનો ગેમ્સમાં ઓનલાઈન સટ્ટો રમતા વેપારીને ઝડપી લીધો હતો. જ્યારે આઈડી આપનારનું નામ ખુલતા ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ.દિપક ડાંગર, કનકસિંહ સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ટાગોર રોડ પર હેમુગઢવી હોલવાળી શેરીમાં સાગર સીંધી નામનો શખ્સ મોબાઈલમાં આઈડી મારફત કસીનો ગેમ્સનો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રેલનગરમાં ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતાં વેપારી સાગર રમેશભાઈ વલેચાને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપીના મોબાઈલની તપાસ કરતાં તેમાં એચકેડી-777 નામની આઈડી ખુલ્લી હોય અને તેમાં કસીનોમાં તીનપતિની ગેમ્સનો સટ્ટો રમાતો હોવાનું ખુલતાં પોલીસે મોબાઈલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. જેની પુછપરછ કરતાં તેણે આ આઈડી જીલ ધડુક પાસેથી લીધાની કબુલાત આપતાં પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આઈડી આપનારની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version