Site icon Gujarat Mirror

સૌરાષ્ટ્ર યુનિ.માં NSUI-ABVP વચ્ચે બઘડાટી

કુલપતિ સમક્ષ રજૂઆત કરવાના પ્રશ્ર્ને બન્ને જૂથો સામસામે આવી ગયા, ઝપાઝપી દરમિયાન NSUIના પ્રવક્તાને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર લીધી

મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો પણ બન્ને પક્ષે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે એન.એસ.યુ.આઈના કાર્યકરો બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી પ્રક્રિયા અંગે આવેદનપત્ર આપવા જતાં એનએસયુઆઈ અને ભાજપ સમર્થિત એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં એનએસયુઆઈના ધૃમિલ રાઠોડ નામના કાર્યકરને માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિ.માં વી.સી.ની ચેમ્બર પાસે ફજ કોંગ્રેસ સમર્થિત એનએસયુઆઈ અને ભાજપ સમર્થિત એવીવીપીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી. આ સમયે બંદોબસ્તમાં હાજર પોલીસે બન્ને જુથાને છુટા પાડયા હતાં. આ બઘડાટીમાં એનએસયુઆઈના પ્રવકતા ધૃમિલ રાઠ્ેડને માર પડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

આ ઘટનાના પગલે પોલીસે બન્ને જુથોને છુટા પાડયા બન્ને જૂથના ત્રણ ચાર આગેવાનોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ બન્ને પક્ષ ફરિયાદ કરવા તૈયાર નહીં થતાં પોલીસે આગેવાનોને રવાના કરી દીધા હતાં.

એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીને પુછતાં તેમણે જણાવેલ કે, આજે અમારો આવેદન આપવાનો કાર્યક્રબમ નિર્ધારિત હોવાથી અમે યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર પાસે પહોંચ્યા ત્યારે એબીવીપીના 60 જેટલા કાર્યકરો અગાઉથી જ ત્યાં હાજર હતાં. તેમણે અમારા કાર્યકરો સાથે ઝઘડો કરતાં સામાન્ય ઘર્ષણ થયું હતું અને ટોળાએ અમારા કાર્યકર ધૃમિલ રાઠોડને માર માર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કુલ પતિએ એબીવીપીના કાર્યકરોને અગાઉથી જ બોલાવી રાખ્ક્ષાની અમને શંકા છે.

જ્યારે સ્થળ પર હાજર પોલીસે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ.માં કુલપતિની ચેમ્બરમાં પ્રથમ જવા બાબતે બન્ને જુથના કાર્યકરો વચ્ચે વિવાદ બાદ સામાન્ય ઝપાઝપી થઈ હતી. પરિણામે બન્ને જુથના આગેવાનોને પોલીસ સ્ઠેશને લાવવામાં આવ્યા હતાં. પરંતુ કોઈ ફરિયાદ કરવા તૈયાર નહીં થતા અને સમાધાન થઈ જતાં જવાદેવામાં આવ્યા છે.

Exit mobile version