Site icon Gujarat Mirror

બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા ભાઇનું સરધાર નજીક અકસ્માતમાં મોત

શ્ર્વાન આડુ ઉતરતા બાઇક સ્લિપ થયું, રૈયાધારે રહેતા પરિવારમાં શોક

બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈને અકસ્માત નડ્યો હતો. તેને માથામાં ઈજા થતા મોત નીપજ્યું હતું. રૈયાધારે રહેતો સાવન તેમના કાકાના દીકરા નમન સાથે કંકોત્રી આપવા સરધાર જતો હતો ત્યારે લાખાપર ગામે શ્વાન આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું.

મળતી માહિતી રૈયાધાર પાસે શીતલ પાર્ક નજીક રહેતા સાવનભાઈ અશોકભાઈ આમેણીયા (ઉં.17) ગત. તા.10 ફેબ્રુઆરીએ પોતાના બહેન પાયલના લગ્નની કંકોત્રી આપવા માટે પોતાના સગા સંબંધીને કંકોત્રી આપવા પોતાના કાકાના દીકરા નમન અજયભાઈ આમેણીયા (ઉ.18) સાથે બાઈક પર નીકળ્યો હતો. બાઈક નમન ચલાવતો હતો અને સાવન પાછળ બેઠો હતો. દરમ્યાન લાખાપર અને સમઢીયાળા વચ્ચે સ્પીડ બ્રેકર પાસે જ કૂતરું બાઈક આડું ઉતર્યું હતું. ચાલક નમને બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. બાઈક સ્લીપ થયું હતું અને બંને પિતરાઈ રોડ પર ફ્સડાઈ પડ્યા હતા. બંનેને ઈજા થતા તત્કાલ 108 મારફતે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં નમનને ગંભીર ઈજા નહોતી એટલે સારવાર બાદ રજા અપાઈ હતી.

જ્યારે સાવનને માથામાં ઈજા હોવાથી સર્જરી ઓપરેશન કરાયું હતું. જે ઓછી તેની તબિયત બગડતી ગઈ હતી અને આજે તેમનું મોત નીપજ્યું હતું. સાવન 2 ભાઈ અને 1 બહેન નાનો હતો. લગ્ન પ્રસંગ વખતે જ આવો બનાવ બનતા ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

Exit mobile version