Site icon Gujarat Mirror

વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને ચેક ક્લિયરીંગમાં પડતી મુશ્કેલીનું નિવારણ લાવો

સરકાર દ્વારા ગત તા.04-10-2025 થી અમલીકૃત કરેલ સમાન દિવસે ચેક ક્લીયરીંગની પ્રથા વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને ખુબ જ લાભદાયી નિવડશે તેમજ આ સમગ્ર પ્રક્રિયાને કારણે આધુનીક ચેક પેમેન્ટ પ્રોસેસના અમલથી નાણાંકીય વ્યવહારો ઝડપી, સરળ અને સલામત બનશે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે.

પરંતુ ઉપરોક્ત સીસ્ટમના યોગ્ય અને અપુરતા અમલીકરણના કારણે તેમજ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI ) ના સર્વર ડાઉન અને અક્ષમ્ય ઢીલને કારણે ખાતેદારોના ખાતામાં એ જ દિવસે ચેક જમાં થવાના બદલે ચાર થી પાંચ દિવસથી વધુનો સમય લાગે છે. ખાસ કરીને જે કોઈ ખાતેદાર તેના ખાતામાં ચેક જમા કરે છે અને તે જ દિવસે જમા થઈ જશે તેમ માની અન્ય કોઈને ચેક ઈશ્યું કરે અને તે રકમ ખાતામાં જમા ન થાય ત્યારે ચેક બાઉન્સના પ્રશ્નો ઉદભવે છે.

જેનાથી વેપાર-ઉદ્યોગકારોની શાખને પણ નુકશાની પહોંચે છે. વધુમાં હાલ દિવાળી તહેવારની સિઝનમાં નાણાંકીય વ્યવહારો ખુબ જ મોટી સંખ્યામાં થવા પામતા હોય છે. ત્યારે આવી મુશ્કેલીઓનો વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને સામનો કરવો પડે તે અયોગ્ય જણાઈ રહયું છે.

જો આ પરિસ્થીતી લાંબો સમય સુધી ચાલું રહેશે તો સમગ્ર વેપાર-ઉદ્યોકારોને અનેક નાણાંકીય મુસીબતો અને પ્રતિષ્ઠાના પ્રશ્નો ઉદભવશે. સાથે જ આમ જનતાને પણ અનેક તક્લીફો અને અસુવિધાઓ ભોગવવી પડશે.

તમામ ક્ષેત્રોના રોજ બરોજના નાણાંકીય વ્યવહારો સાથે આ સમસ્યા સીધી જ સંકળાયેલ હોય હાલમાં ચેક કલીયરીંગમાં વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને પડતી મુશ્કેલીઓની ગંભીર નોંધ લઈને વ્હેલીતકે નિરાકરણ લાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર સમક્ષ ભારપુર્વક રજુઆત કરવામાં આવી છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Exit mobile version