બે કલાક ટ્રેન વ્યવહાર ખોરવાયો: પેસેન્જરોના જીવ પડીકે બંધાયા
ગોંડલ માં મોડી રાત્રીનાં સાતટાંકી પાસે રેલ્વે ટ્રેક પરથી ટ્રેન નાં ડબ્બા નાં બે વ્હિલ ખડી જતા તુરંત રાજકોટ થી આવેલી એક્સિડન્ટ રિલીફ ટ્રેન દ્વારા મર્રામત હાથ ધરી ટ્રેક પૂર્વવત કરાતા બે કલાક બાદ ટ્રેન આગળ ધપી હતી.સાત ટાંકી નજીક ખુંટીયો ટ્રેન હડફેટ ચડી કપાઇ જતા બનાવ બન્યો હતો.બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ થી ઓખા જઇ રહેલી 19251 નંબર ની ટ્રેન રાત્રે બે વાગ્યે ગોંડલ રેલ્વેસ્ટેશન થી થોડે દુર સાતટાંકી પાસે પંહોચી ત્યારે રેલ્વે પાટા પર રહેલો ખુંટીયો ટ્રેન હડફેટ ચડી કપાઇ જતા સર્જાયેલ અકસ્માત માં ટ્રેન નાં સ્લીપર કોચ એસ-1 નાં બે પૈડા પાટા પરથી ખડી પડ્યા હતા.બનાવ નાં પગલે ટ્રેન અટકી ગઈ હતી બનાવ ની જાણ ગોંડલ રેલ્વેસ્ટેશન નાં સ્ટેશન માસ્તર કે.કે.પંડ્યા ને થતા તેમણે તુરંત ભાવનગર તથા રાજકોટ સહિત રેલ્વે અધિકારીઓ ને જાણ કરી હતી.જેના પગલે રાજકોટ થી એક્સિડન્ટ રિલીફ ટ્રેન ગોંડલ દોડી આવી સમારકામ હાથ ધરી ખડી પડેલા પૈડા પાટા પર પૂર્વવત કરતા બે કલાક નાં અંતે ટ્રેન ગોંડલ રેલ્વેસ્ટેશન પંહોચી હતી . ટ્રેન નાં પૈડા ખડી પડતા ઘડીભર પેસેન્જરો નાં જીવ તાળવે ચોટ્યા હતા.