અમરેલી
અમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરાર
4.પ4 લાખની ઠગાઇ, પાંચ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ
અમરેલીમા કંસારા બજારમા રહેતા એક યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી યુવતી સહિત પાંચ શખ્સોએ રૂૂપિયા 4.54 લાખની ઠગાઇ આચરતા આ બારામા તેણે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
જય અરવિંદભાઇ પરમાર (ઉ.વ.26) નામના યુવકે અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના મિત્રએ વાત કરેલ કે અમરેલીમા ચાંદની ચોકમા હસનૈન મેરેજ બ્યુરો આવેલ હોય તે લગ્ન કરાવી આપે છે. જેથી તેનો સંપર્ક કર્યો હતો. અને ફોર્મ ભરી રૂૂપિયા 1100 ફી ભરી હતી. લતીફભાઇએ ફોન કરી જણાવેલ કે ભરૂૂચમા રહેતી દિપીકા દલસુખભાઇ પટેલ નામની યુવતી લગ્ન માટે તૈયાર છે અને તેના સગા સંબંધી ઓફિસે આવેલ છે. જેથી તેઓ ઓફિસે ગયા હતા અને સુનીલભાઇ પટેલ, જીતેન્દ્રભાઇ પટેલ હોવાનુ જણાવી તેને રૂૂપિયા 2.30 લાખ ચુકવ્યા હતા.
બાદમા યુવક અને તેમના માતા પિતા તથા લતીફભાઇ બસ મારફત ભરૂૂચ યુવતીના ઘરે ગયા હતા. જયાં 1.37 લાખ રોકડા ચુકવ્યા હતા. ત્યાં રોકાઇને બીજા દિવસે કોર્ટ બહાર એડવોકેટ તથા નોટરી કરી લગ્ન કરાર કર્યા હતા અને યુવતીને લઇને અમરેલી આવી ગયા હતા. યુવતી ત્રણ દિવસ રોકાયા બાદ 50 હજાર રોકડ, મોબાઇલ લઇને જતી રહી હતી. બાદમા યુવકે અનેક વખત યુવતીને મોકલી આપો કહેતા ખોટા વાયદાઓ કરી પરત ઘરે ન મોકલી ઠગાઇ કરી હતી.