ગુજરાત

કૌભાંડની ફરિયાદો બાદ સાઇકલ ખરીદીને બ્રેક

Published

on

સોદો રદ કરી તપાસનો આદેશ આપતા મુખ્યમંત્રી


ગુજરાતના અનુસૂચિત જાતિની ક્ધયાઓ માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સમાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સાઇકલોનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ ગયા વર્ષે ક્ધયાઓને આપવાની સાઇકલોનો ખડકલો સંબંધિત જિલ્લાઓમાં ધૂળ ખાતો અને હવે ભંગાર થઇ ગયેલી સ્થિતિમાં પડી રહ્યો હોવાના વીડિયો અને તસવીરોએ સોશિયલ મીડિયામાં ખાસ્સી ચકચાર જગાવી છે.


આ સાઇકલોના સ્પેસિફિકેશન્સ નિયત ન હોવાથી તેમજ તેની ખરીદીમાં ક્યાંક ગેરરીતિ થઇ હોવાની ફરિયાદોને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સાઇકલોની ખરીદીને અટકાવી દીધી હોવાની જાણકારી બહાર આવી છે. એટલું જ નહીં એક કરતાં વધારે વિભાગો સંકળાયેલા હોવાથી સમગ્ર મામલે તપાસ કરવા પણ આદેશ કરાયા છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ નવમાં અભ્યાસ કરતી દીકરીઓ ઘરેથી શાળા સુધી સાઇકલ પર જાય અને ડ્રોપાઉટ રેશિયામાં ઘટાડો થાય તે માટે સત્ર શરૂૂ થાય ત્યારે વિદ્યાર્થિનીઓને સાઇકલનું વિતરણ કરવામાં આવે છે. 2023માં 1.55 લાખ સાઇકલોના વિતરણ માટે રૂૂ.66 કરોડની જોગવાઇ બજેટમાં સૂચવવામાં આવી હતી. શૈક્ષણિક વર્ષ 2023ના આરંભે જ દર વર્ષની જેમ ગ્રીમકો દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે વિતરિત થતી સાઇકલોની ખરીદી કરવામાં આવી હતી.

ધો.9માં અંદાજે 1.30 લાખ ક્ધયાઓએ પ્રવેશ મેળવ્યો હોવાથી દરેક જિલ્લા, તાલુકામાં કુલ 1.29 લાખ સાઇકલો મોકલી આપવામાં આવી હતી. જેની કિંમત રૂૂ.64.11 કરોડ જેટલી થવા જાય છે. જોકે, આ સાઇકલો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે ચૂકવણુ કરીને પોતાના હસ્તક લીધી ન હતી. દરમિયાન, જે કંપનીપાસેથી સાઇકલો ખરીદવામાં આવી હતી, આ સાઇકલો તેણે પડોશી રાજ્ય રાજસ્થાન ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય કરી હતી, જેની કિંમત ગુજરાતમાં વેચાણથી અપાઇ તેનાથી લગભગ પ્રતિ સાઇકલ રૂૂ.500ની વધારે કિંમત હતી. આથી આ ખરીદીમાં ક્યાંક કોઇક ગેરરીતિ થઇ હોવાની ફરિયાદો ઊઠી હતી. એમાં વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ પણ કેટલાક આરોપો મુકી સાઇકલો વિદ્યાર્થિનીઓને આપવામાં આવી નથી તેનો મુદ્દો ઊઠાવ્યો હતો. બીજી તરફ સરકારના કેટલાક ધારાધોરણો નિયત છે એમાં ગ્રીમકો દ્વારા ખરીદાયેલી સાઇકલો સુસંગત જણાઇ ન હતી. આથી ક્વોલિટી ક્ધટ્રોલ વિભાગે તેની ક્વોલિટી અંગે કેટલાક પ્રશ્નો ઊઠાવ્યા હતા. આખરે સમગ્ર મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પહોંચતાં તેમણે વિગતો એકત્રિત કરાવી હતી.


આમેય એક વર્ષથી ખુલ્લામાં પડેલી સાઇકલોના સ્પેસિફિકેશન્સ સુધારાય તો પણ તે કાટ ખવાઇ ગઇહોવાથી કોઇ રીતે ઉપયોગી બની શકે એમ ન હતી. એટલું જ નહીં સાઇકલની ખરીદીથી માંડીને ક્વોલિટીને લઇ જે મુદ્દા ઉપસ્થિત થયેલા જણાતા તેમણે જ સમગ્ર સાઇકલની ખરીદી અને તેના વિતરણને રદ કરવાની સૂચના આપી હતી. આમ, હવે આ સાઇકલો હવે સંબંધિત જિલ્લા, તાલુકા મથકે પડી રહેલી સાઇકલોને ભંગારમાં વેચવા સિવાય છુટકો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version