Site icon Gujarat Mirror

ભાવનગરમાં મુસ્લિમ યુવાનના ખૂન કેસના બંને આરોપીઓ ઝડપાયા

ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોનના લેવડદેવડના મામલે યુવકની હત્યાની ઘટના બનવા પામી હતી. જેમાં ભાવનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ હત્યાના બંને આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડયા છે.

મોસીન પઠાણ નામના ફરીયાદીએ પોતાનો વીવો કંપનીનો મોબાઈલ ફોન આરોપી સોયેબ જાહિદભાઈ રફાઈને રૂૂપિયા 5000 માં ગીરવે આપ્યો હતો. બાદમાં ફરીયાદીએ 5000 રૂૂપિયા પરત આપ્યા છતાં આરોપી દ્વારા મોબાઈલ ફોન પાછો આપવામાં આવતો ન હતો. આ બાબતે ફરીયાદીએ પોતાના ભાઈ હુસેન પઠાણને વાત કરી હતી.

હુસેન પઠાણ દ્વારા આરોપી સોયેબ પાસે મોબાઈલ પરત માંગવામાં આવતા ઉશ્કેરાયેલા આરોપી સોયેબ જાહિદભાઈ રફાઈ તથા સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઈ છરીઓ લઈને આવી હુસેન પઠાણ ઉપર આડેધડ છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં હુસેન પઠાણને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારોની મદદથી ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સોયેબ જાહિદભાઈ રફાઈ અને સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઈ બન્ને આરોપીઓન ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version