જામનગરમાં બુટલેગરોની ખેર નથી, વધુ 16 સામે ગુનો

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તથા અસામાજિક તત્ત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા સાધના…

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તથા અસામાજિક તત્ત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા સાધના કોલોની અને મારવાડાવાસ વિસ્તારમાં સ્પેશ્યલ કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન દારૂૂના ગેરકાયદેસર વેચાણ સાથે સંકળાયેલા શખ્સો સામે કાર્યવાહી કરી પ્રોહીબીશનના કુલ 16 કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે પાંચ સ્થળે પ્રોહીબીશનની નીલ રેઇડ કરવામાં આવી હતી.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર જિલ્લાના પ્રોહીબીશનના બુટલેગરો, જાણીતા જુગારીઓ તેમજ શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી.જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રામાનુજ તથા પોલીસ સ્ટાફ દ્વારા સાધના કોલોની અને મારવાડાવાસ વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોની તપાસ કરવામાં આવી હતી તેમજ દારૂૂના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોના રહેણાંક સહિતના સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

 

પોલીસની આ સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન પ્રોહીબીશનના 16 ગુનાઓ નોંધાયા હતા અને પાંચ સ્થળે પ્રોહીબીશનની નીલ રેઇડ કરવામાં આવી હતી. સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આ પ્રકારની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.