પોલીસે બુટલેગરના ચાર સ્થળો પર દરોડા પાડ્યા, બુટલેગર ફરાર
જેતપુરમાં ભાદરના સામાકાંઠે ચાલતાં દારૂૂના વેપલા પોલીસે દરોડો પાડી ચાર બુટલેગરને દેશી- વિદેશી દારૂૂ, વેપારની રોકડ રકમ, આથો સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ જરૂૂરી કાર્યવાહી કરી હતી. ચાર દિવસ પહેલાં જ પાસામાંથી છુટેલ લિસ્ટેડ બુટલેગર અશ્વિન વેગડાએ નવા ધોબીના પુલ નીચે, તબેલા તેમજ ઓરડીમાં બાર પીઠુ શરૂૂ કરી દીધું હતું.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દેશી- વિદેશી દારૂના કેસો શોધી દારૂૂની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા તેમજ રીઢા ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવાની આપેલ સુચનાના પગલે જેતપુર ડીવાયએસપી આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.ડી.પરમારની રાહબરીમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતા બુટલેગર અશ્વિન વિનુ વેગડા જે અગાઉ હદપારી ભોગવી આવેલ તેમજ તાજેતરમાં પાસામાંથી છુટયો હોય અને અવાર નવાર ગેરકાયદે પ્રવૃત્તિ સતત ચાલુ રાખતો હોવાથી પોલીસની ટીમને બુટલેગર અશ્વિન વેગડાના ઠેકાણે રેઇડ કરવા સુચના આપી હતી.
જેથી ભાદરના સામાકાંઠે, નવા ધાબીના પુલ નીચે, તેના તબેલા તેમજ ઓરડીમાં દરોડો પાડતાં વિક્રમસિંહ બહાદુરસિંહ પરમાર (ઉ.વ.-40, રહે.જેતપુર, ફુલવાડી શેરી નં.ર), ચંદ્રેશ નારણ પરમાર (ઉ.વ.32, રહે.જેતપુર, ભાદરના સામાકાંઠે, જનમંગલ સોસાયટી), રવિ ગોવિંદ સીગલ (ઉ.વ.28, રહે.જેતપુર, ભાદરના સામાકાંઠે, જનમંગલ સોસાયટી) અને પ્રકાશ દિનેશ પારઘી (ઉ.વ.26, રહે.જેતપુર, ભાદરના સામાકાંઠે, નરસંગ ટેકરી) કેફી પ્રવાહી પીધેલ હાલતમાં પકડાયા હતાં.
જ્યારે દરોડના સ્થળેથી વિદેશી દારૂની 17 બોટલ, દારૂૂના વેપારના રોકડ રૂૂ.8400, બાઈક 1, મોબાઈલ 3, દેશી દારૂ લીટર -25, દેશી દારુ બનાવવા માટેનો આથો લીટર, ઇંગ્લીશ દારૂનું વેચાણ કરતી જગ્યાએથી કબજે કરેલ સી.સી.ટી.વી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂા.89100 નો મુદામાલ જપ્ત કર્યો હતો.જ્યારે દારૂનુ પીઠુ ચલાવનાર મુખ્ય સૂત્રધાર અશ્વિન વિનુ વેગડા (રહે.જેતપુર, ભાદરના સામાકાંઠે, જનમંગલ સોસાયટી) મળી ન આવતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે. દરોડાની કામગીરીમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એ.ડી.પરમારની રાહબરીમાં પીએસઆઇ કે.બી. ગઢવી સહિતની ટીમ સાથે રહી હતી.
