Site icon Gujarat Mirror

રિલાયન્સમાં ફરી બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો: શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે પહોંચ્યા

રિલાયન્સ ગ્રીન્સમાં આયોજિત 25મા વર્ષગાંઠના આ ભવ્ય કાર્યક્રમમાં ધીરુભાઈ અંબાણીની જન્મજયંતી અને નાતાલની ઉજવણીના જશ્નમાં જોડાયા બોલિવૂડ સ્ટાર્સ

જામનગરમાં રિલાયન્સના 25મા વર્ષગાંઠના ઉજવણીના ભાગરૂૂપે બોલિવૂડ સ્ટાર્સનું આગમન સતત ચાલુ છે. શુક્રવારે સલમાન ખાન સહિતનો તેમનો પરિવાર જામનગર પહોંચ્યો હતો, ત્યારે આજે બોલિવૂડ બાદશાહ શાહરૂૂખ ખાન પત્ની ગૌરી સાથે જામનગર આવી પહોંચ્યા છે. અગાઉ કિડ્સ સ્ટાર્સ, હની સિંહ અને અર્જુન કપૂર જેવા કલાકારો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. રિલાયન્સ ગ્રીન્સમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ અને નાતાલની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. સલમાન ખાનના જન્મદિનની ઉજવણી પણ શુક્રવારે રિલાયન્સ ગ્રીન્સમાં જ કરવામાં આવી હતી. આમ, જામનગરમાં બોલિવૂડનો ધમાકો થયો છે અને રિલાયન્સના આ કાર્યક્રમમાં દેશના અનેક મોટા કલાકારો જોડાઈ રહ્યા છે.

જામનગરમાં અંબાણી પરિવારના આંગણે ફરી એકવખત મોટો જલસો થવા જઈ રહ્યો છે, જેના ભાગરૂૂપે ગત મંગળવારથી એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ જામનગરના મહેમાન બની રહ્યા છે. બે દિવસ અગાઉ શુક્રવારના રોજ સલમાન ખાનનો આખો પરિવાર જામનગર એરપોર્ટ પર પહોંચ્યો હતો, ત્યારે આજે શાહરુખ ખાન પત્ની ગૌરીખાન સાથે જામનગરનો મહેમાન બન્યો છે.

હકીકતમાં જામનગર સ્થિત ભારતની સૌથી મોટી અને વિશ્વવિખ્યાત રિલાયન્સ રિફાઈનરીને 25 વર્ષ પૂર્ણ થયા છે અને 28 ડિસેમ્બરના રોજ રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીનો જન્મદિન તેમજ નાતાલનો પર્વ હોવાથી અંબાણી પરિવારના આમંત્રણનો સ્વીકાર કરીને બોલિવૂડ સ્ટાર્સને જામનગરના મહેમાન બની રહ્યાં છે.
ગત મંગળવારે બોલિવૂડ સ્ટાર કિડ્સ બાદ બુધવારના રોજ પોપ સિંગર હની સિંહ, અભિનેતા અર્જુન કપૂર અને મિરઝાન ઝાફરી જામનગર એરપોર્ટ પર સ્પોટ થયા હતા. જે બાદ શુક્રવારના રોજ સલમાન ખાનનો પરિવાર જેમાં માતા સલમા તેમજ હેલન, ભાઈ સોહેલ ખાન, બનેવી આયુષ શર્મા ઉપરાંત રિતેશ દેશમુખ અને પત્ની જેનેલિયા પણ જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં રિલાયન્સ ગ્રીન્સમાં શુક્રવારે રાતે સલમાન ખાનના જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી.

આજે બોલિવૂડ બાદશાહ શાહરુખ ખાન, પત્ની ગૌરી અને સંતાન સાથે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. જ્યાં શાહરૂૂખ ખાને પોતાનો ચહેરાને હુડી વડે ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાપારાઝીઓએ તેને પકડી પાડ્યો હતો અને શાહરૂૂખ સર..શાહરૂૂખ સરના નામની બૂમો પાડી હતી. જો કે શાહરુખ ખાને કોઈ પ્રત્યુતર આપ્યા વિના રિલાયન્સ ગ્રીન્સ જવા રવાના થઈ ગયો હતો.

જણાવી દઈએ કે, અગાઉ ગત માર્ચ મહિનામાં પણ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ સમયે પણ બોલિવૂડ ઉપરાંત સ્પોર્ટ્સ સેલિબ્રિટીઓ જામનગરની મહેમાન બની હતી.

Exit mobile version