Site icon Gujarat Mirror

પ્રભાસપાટણમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો

ગીર સોમનાથ જીલ્લામાં માન્ય ડીગ્રી વગરના એલોપેથીક દવા તથા સારવાર આપી પ્રાઇવેટ દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોકટરો વિરુધ્ધ સખત કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓની સુચનાથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર આજરોજ તા.16/04/2026 ના રોજ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એસ. સુવાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ. અનિરુધ્ધસિંહ જયવંતસિંહ , વિપુલભાઇ અમૃતભાઇ , મહેન્દ્રભાઇ બાબુભાઇ , પો.કોન્સ કૈલાસસિંહ જેસાભાઇ , મહાવિરસિંહ મંગલસિંહ તથા નદીમ શેરમહમદ એ પોલીસ સ્ટાફ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન તેઓને મળેલ સયુકત ખાનગી હકિકત આધારે મેડીકલ ઓફીસર હાર્દિકભાઇ હિતેન્દ્રભાઈ ગગલાણી ને સાથે રાખી પ્રભાસ પાટણ સાઇન કોલોની રંગીલાબાપુની દરગાહની બાજુમાં રેઇડ કરતા શબ્બીર દાઉદભાઈ ગોહેલ ઉ વર્ષ 45 પ્રભાસપાટણ સાઈન કોલોની હોમતદાર ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી પ્રાઇવેટ દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતો હોય જે રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ વિગેરે મેડિકલને લગત સાધન સામગ્રી સાથે પકડાઇ જતા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. મુદ્દામાલમાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી આર્ટીકલ નંગ-14 કિ.રૂૂ.6,206 કબ્જે કરેલ છે

Exit mobile version