જૂના કુવાડવા પોલીસ મથક પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

બીમારી સબબ મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન શહેરમાં જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.…

બીમારી સબબ મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

શહેરમાં જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે આજે સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ,મૃતક યુવક રખડતું-ભટકતું જીવન જીવતો હતો અને આસપાસના વિસ્તારોમાં ભંગાર વીણવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાસ્થળેથી તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ યુવકનું મોત કોઈ બીમારી સબબ નીપજ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

યુવકના મોતનું સાચું અને સચોટ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે, હાલ બી ડિવિઝન પોલીસે યુવકની ઓળખ અને તેના પરિવારજનોની શોધખોળ કરવા વધુ તપાસ હાથ ધરી છે.