Site icon Gujarat Mirror

જામનગરના મેઘપર ગામે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામ ની એક ઓરડી માંથી એક અજાણ્યો યુવાન મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરી છે. જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામ સામે ક્રિષ્ના યુ.પી. ઢાબા પાછળ પોલાભાઈ નામના આસામીએ બનાવેલી ઓરડીઓમાં 51 નંબરની ઓરડીમાં રહેતા પચ્ચીસેક વર્ષના એક અજાણ્યો યુવાન ગઈકાલે સાંજે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો છે.

આ બાબતની મૂળ ખંભાળિયા શહેરના જોધપુર નાકા પાસે ના વતની અને હાલમાં તે ઓરડીઓમાં બી-1પ માં રહેતા દીપકભાઈ કિશોરભાઈ ભટ્ટ ને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. આથી પીઆઈ પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને દીપકભાઈનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો હતો.અને. આ યુવાન ની ઓળખ કરવા તજવીજ શરૂૂ કરી છે.

Exit mobile version