સુરેન્દ્રનગરમાં જીમમાં આવતી યુવતીઓને બ્લેકમેઇલિંગના ખેલ !

સુરેન્દ્રનગર શહેરમાં જીમના નામે ચાલતા કથિત બ્લેકમેલિંગ કાંડમાં પોલીસે ‘ક્લબ 71’ની બે જીમ સીલ કરી છે. એક જીમ ટીબી હોસ્પિટલ પાસે છે અને બીજી 80…

સુરેન્દ્રનગર શહેરમાં જીમના નામે ચાલતા કથિત બ્લેકમેલિંગ કાંડમાં પોલીસે ‘ક્લબ 71’ની બે જીમ સીલ કરી છે. એક જીમ ટીબી હોસ્પિટલ પાસે છે અને બીજી 80 ફૂટ રોડ પર છે. પોલીસે ટ્રેનર અને સંચાલક આમીન મુલતાની તથા બે લેડીઝ રિસેપ્શનિસ્ટ અને એક સગીરને અટકાયતમાં લીધા છે.પોલીસનું કહેવું છે કે આમીન યુવતીઓ સાથે સંબંધ કેળવી નજીક આવતો હતો. પછી ફોટા અને વીડિયો બનાવી તેમને ડરાવી પૈસા પડાવતો હતો. શહેરની 100 જેટલી યુવતીઓ આ બ્લેક મેઈલિંગમાં આવી હોવાની પોલીસને જાણ થઈ છે.

પોલીસને મળેલી ફરિયાદ મુજબ પહેલા વાતચીત અને મિત્રતા થતી. પછી ખાનગી ફોટા-વીડિયો લઈ તેનો ઉપયોગ બ્લેકમેલ માટે થતો હતો . કેટલીક યુવતીઓને ઘરેથી પૈસા લાવવા પણ કહેવામાં આવતું હતું. આ અંગેના વોટ્સએપ ચેટ, પેનડ્રાઈવ અને મોબાઈલમાંથી ડિજિટલ પુરાવા પણ પોલીસને હાથ લાગ્યા છે. પોલીસ ટીમે મહાનગરપાલિકાના તંત્ર સાથે રાત્રે દરોડો પાડ્યો હતો. જીમનું અસ્થાયી સીલ કરવામાં આવ્યું છે. તપાસમાં એક એસએચઓની મદદથી વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આરોપી આમીન મુલતાની 8 વર્ષથી જીમ ચલાવતા હતા. તેમની સાથે બે લેડીઝ રિસેપ્શનિસ્ટ અને એક સગીર સામે પણ ગુનો નોંધાયો છે. જીમમાં દરોડા વખતે ASP અને PSI પણ પહોંચ્યા હતા. યુવતીઓને જાહેરમાં બેસાડી વીડિયો બનાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. ગેરકાયદેસર વ્યાજે પૈસા આપનારા લોકો પણ તપાસના દાયરામાં આવ્યા છે.અલગથી, તપાસના પત્રમાં ‘લવ-જેહાદ’ શબ્દ વાપરવામાં આવ્યો હતો. આ શબ્દને લઈને ભાવુક પત્રો અને વિરોધ થયો છે. પોલીસે કહ્યું છે કે લેટરમાં યુવતીઓની જાણ બહાર ફોટા-વીડિયો બનાવી ધમકી આપવાની વાત લખાઈ છે. મહિલા રિસેપ્શનિસ્ટ પણ આ સમયે જીમમાં હતી.હાલ તપાસ ચાલુ છે. પોલીસે કહ્યું છે કે વધુ પીડિતો આગળ આવે તો તેમના નિવેદન પણ લેવાશે.