સાવરકુંડલામાં નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, મોદી મેજિક અકબંધ

કોંગ્રેસનું આંશિક કમબેક; 11 સીટો મેળવી વિરોધ પક્ષમાં હાજરી મજબૂત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને વિકાસના મંત્રે ફરી એક વખત સાવરકુંડલાના લોકોમાં જાદુઈ અસર…

કોંગ્રેસનું આંશિક કમબેક; 11 સીટો મેળવી વિરોધ પક્ષમાં હાજરી મજબૂત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને વિકાસના મંત્રે ફરી એક વખત સાવરકુંડલાના લોકોમાં જાદુઈ અસર કરી છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપે એકતરફી વિજય મેળવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અજોડ લોકપ્રિયતાને કારણે લોકોએ ભાજપના ઉમેદવારોને ભરપૂર આશીર્વાદ આપ્યા છે.નગરપાલિકાની 36 બેઠકોમાં ભાજપે 2પ સીટો જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસ 11 સીટો મેળવવામાં સફળ રહી છે. આ વિજયને સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકોએ “મોદી મેજિક” તરીકે વર્ણવ્યો છે. આ પરિણામ સાવરકુંડલામાં ભાજપની સ્પષ્ટ બહુમતી સાબિત કરે છે. લોકોએ મોદીજીના નેતૃત્વ, વિકાસ કાર્યો અને સ્થાનિક મુદ્દાઓ પર વિશ્વાસ વ્યક્ત કરતાં ભાજપના ઉમેદવારોને વિજય અપાવ્યો છે.

સાવરકુંડલા નગરપાલિકાની છેલ્લી ટર્મમાં કોંગ્રેસ પાસે માત્ર 5 સીટ હતી, જે ખૂબ જ નબળું પ્રદર્શન હતું. આ વખતે પાર્ટીએ 11 સીટ મેળવીને વિરોધ પક્ષ તરીકે પોતાની હાજરી મજબૂત કરી છે. આ પરિણામે કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ અને પ્રાણ ફૂંકાયો છે, ખાસ કરીને ઓછી સંખ્યામાં કાર્યકરો અને મોદી લહેરના વાવાઝોડા વચ્ચે આ સફળતા વધુ મહત્વની બની છે. સાવરકુંડલાના વોર્ડ નંબર 6માં કોંગ્રેસના ધર્મેન્દ્ર મહેતાએ ભવ્ય વિજય મેળવ્યો. ધર્મેન્દ્ર મહેતા ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમણે ભાજપના મજબૂત ગઢમાં જ પ્રતિષ્ઠાનો જંગ જીતી લીધો. આ વોર્ડમાં ધારાસભ્ય, ભાજપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી નાં નિવાસસ્થાન અને પૂર્વ નગરપાલિકા પ્રમુખને પણ આ વોર્ડ માં થી લડાવવા છતાં પણ ભાજપના ગઢમાં ગાબડુ પડયું. આટલા દિગ્ગજોના વિસ્તારમાં કોંગ્રેસની જીતે દિગ્ગજો માટે શરમનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી કરી દીધીી છે. ચારમાંથી એક સીટ કોંગ્રેસને મળતાં ભાજપના સ્થાનિક નેતૃત્વ માટે આ મોટો આંચકો સાબિત થયો છે. વોર્ડ 1થી 4: ભાજપનો અકબંધ ગઢ બીજી તરફ વોર્ડ નંબર 1 થી 4માં ભાજપનો પરંપરાગત ગઢ અકબંધ રહ્યો. આ ચાર વોર્ડમાંથી 16 સીટ (પ્રતિ વોર્ડ 4 સીટ માનીને) ભાજપને મળી, જેમાં કોંગ્રેસને કોઈ સફળતા મળી નથી. આ વિસ્તારોમાં ભાજપની પકડ હજુ મજબૂત છે.

એકંદર અસર- કોંગ્રેસ માટે 5માંથી થી 11 સીટનો હાઇજમ્પ એક આશાનું કિરણ છે. વિરોધ પક્ષ તરીકે વધુ અસરકારક ભૂમિકા ભજવવા માટે આ પરિણામ મદદરૂૂપ બનશે. ખાસ કરીને ધર્મેન્દ્ર મહેતાની જીતે કાર્યકરોમાં નવી ઊર્જા ભરી છે.