બગસરા નગરપાલિકામાં ભાજપનું 22 બેઠક સાથે પુનરાવર્તન

બગસરામાં આવેલ પરિણામમાં નગરપાલિકા પર ભાજપ પોતાની સત્તા જાળવી રાખી હતી પરંતુ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવીએ 10 સીટ સાથે સત્તા આંચકી લીધી…

બગસરામાં આવેલ પરિણામમાં નગરપાલિકા પર ભાજપ પોતાની સત્તા જાળવી રાખી હતી પરંતુ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવીએ 10 સીટ સાથે સત્તા આંચકી લીધી છે. જિલ્લા પંચાયતની બે સીટ પૈકી એક ભાજપ અને એક આમ આદમી પાર્ટી વિજેતા થયેલ છે.

મળેલ વિગત મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં બગસરા નગરપાલિકામાં કોઈપણ મોટા કદના આગેવાનને ટિકિટના આપવા છતાં. રીસીપ આવેલ હતી ગઈ વખતે ભાજપને 28 બેઠકમાંથી 20 બેઠક મળી હતી . આ વખતે તેમાં બે સીટ નો વધારો આવી ભાજપ ને 22 તથા કોંગ્રેસને 6 સીટ મળતા સત્તામાં ભાજપનો પુનરાવર્તન થયું હતું જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામોમાં ઐતિહાસિક આમ આદમી પાર્ટીને તાલુકા પંચાયતની 16 પૈકી 10 સીટ જ્યારે ભાજપને 6 સીટ મળતા ભાજપને બે આંકડે પહોંચવામાં પણ મુશ્કેલી પડી હતી.

મોટાભાગના ગામડાઓમાં આમ આદમી પાર્ટીને લીડ મળી હતી જેને કારણે જિલ્લા પંચાયતની બે સીટ પૈકી એક આમ આદમી પાર્ટીએ આંચકી લીધી હતી અને એક ભાજપને ફળી ગઈ હતી. બગસરા તાલુકાના ગામડાઓમાં ભાજપે વિશ્વાસ ગુમાવી દીધો હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેને લીધે બગસરા પંથકમાં વિસાવદર વાળી થયું હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યુ છે. આ ઉપરાંત બગસરામાં ભાજપના જ અનેક નેતાઓએ ટિકિટ ન મળતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરેલો હોવા છતાં ભાજપનો વિજય થતા તે નેતાઓને પણ તેમના કદનો ખ્યાલ આવી ગયો હતો.