કાલાવડ જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસનો બે-બે સીટો પર કબજો

કાલાવડ તાલુકામાં જિલ્લા પંચાયત ની 4 અને તાલુકા પંચાયતની 18 સીટ પર પરિણામો જાહેર થતાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું છે. 4 જિલ્લા પંચાયત સીટોમાં ભાજપ…

કાલાવડ તાલુકામાં જિલ્લા પંચાયત ની 4 અને તાલુકા પંચાયતની 18 સીટ પર પરિણામો જાહેર થતાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું છે. 4 જિલ્લા પંચાયત સીટોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન ટક્કર જોવા મળી છે, જેમાં બંને પક્ષોએ બે-બે સીટો પોતાના ખાતામાં નોંધાવી છે.

વિગતવાર પરિણામ મુજબ નવાગામ જિલ્લા પંચાયત સીટ પર ભાજપના સામાબેન વિપુલભાઈ અકબરી વિજેતા થયા છે, જ્યારે ખરેડી સીટ પર ભાજપના ખેડૂત નેતા અતુલભાઈ કમાણી જીત્યા છે. બીજી તરફ ખંઢેરા સીટ પર કોંગ્રેસના કદાવર નેતા દેવદાનભાઈ જારીયા વિજયી બન્યા છે અને નિકાવા સીટ પર સતત ત્રીજી વખત દબદબો જાળવી કોંગ્રેસના ઉર્મિલાબેન જેન્તીભાઈ મારવિયા ( જે.પી.)વિજેતા જાહેર થયા છે.

તાલુકા પંચાયતની 18 સીટોના પરિણામોમાં ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ભાજપે કુલ 14 સીટો જીતતા બહુમતી મેળવી છે જે તાલુકા પંચાયત બનાવવા સફળ થયા છે. જ્યારે કોંગ્રેસને માત્ર 2 સીટોથી સંતોષ માનવો પડ્યો છે. આમ આદમી પાર્ટીએ 1 સીટ જીતવામાં સફળતા મેળવી છે અને અન્ય ઉમેદવારે અપક્ષ તરીકે 1 સીટ પોતાના ખાતામાં ઉમેરેલી છે.

આ પરિણામોથી કાલાવડ તાલુકામાં ભાજપનું સંગઠન મજબૂત હોવાનો સંકેત મળે છે, જ્યારે કોંગ્રેસે પણ જિલ્લા પંચાયત સ્તરે પોતાની હાજરી નોંધાવી છે.અને આપ ના સૂપડા સાફ થઈ ગયા છે.સમગ્ર તાલુકામાં ચૂંટણીના પરિણામોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.