Site icon Gujarat Mirror

ઉનામાં ભાજપ, કોંગ્રેસ, આપના હોદ્દેદારો અને કાર્યકરો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમટ્યા

તાલુકામાં એક જ દિવસમાં 163 ઉમેદવારી પત્રો ભરાયા

ઊના શહેર તાલુકા મા આગામી તા.26 એપ્રિલે યોજાનાર જિલ્લા પંચાયતની 7 તેમજ તાલુકા પંચાયત ની 26 નગરપાલિકા ની 36 બેઠક ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીના જાહેરનામા મુજબ તા.11 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ દિવસે એક જ દિવસમાં 163 ઉમેદવારી પત્રો ભરાઇને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે. જોકે ભાજપ અને કોંગ્રેસ આપ ના માન્ય ઉમેદવારો મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી હતી.

ઉના તાલુકા ની 7 જિલ્લા પંચાયત બેઠક જેમાં ભાચા બેઠક પર 2 દેલવાડા બેઠક 2 કોબ બેઠક 2 ડેશર બેઠક 2 નવાબંદર બેઠક પર 2 સૈયદ રાજપરા બેઠક પર 3,સનખડા બેઠક પર 2 ભાજપ કોંગ્રેસ આપ ના ઉમેદવારો નામાંકન પત્ર દાખલ કર્યા હતા જ્યારે તાલુકા પંચાયત ની 26 બેઠક માટે 1 અમોદરા સીટ પર કોંગ્રેસ ભાજપ અપક્ષ ના 4 ભાચા બેઠક 2 પર કોંગ્રેસ ભાજપ આપ ના 4 ચાંચકવડ 3 બેઠક પર ભાજપ કોંગ્રેસ આપ ના 3 ચીખલી બેઠક પર ભાજપ કોંગ્રેસ ના 2 દેલવાડા 1 બેઠક પર ભાજપ કોંગ્રેસ ના 2 દેલવાડા 2 બેઠક પર ભાજપ કોંગ્રેસ ના 2 કાજરડી 9 બેઠક પર 2 કોબ બેઠક પર 4 તડ બેઠક પર 2 ઉમેજ બેઠક પર 3 વાવરડા બેઠક પર 3 ગાંગડા બેઠક 3 ગરાળ બેઠક 4 ખજુદા બેઠક 3 ખાપટ બેઠક 2 મોટા ડેશર બેઠક 2 નાથળ બેઠક 2 નવાબંદર બેઠક 3 નવાબંદર 20 બેઠક 2 પાલડી બેઠક 3 સૈયદ રાજપરા 3 સનખડા બેઠક 1 સીમર 2 ઉટવાળા બેઠક 3 વાસોજ 2 વરસીગપુર બેઠક પર 2 ઉમેદવાર એ નામાંકન પત્ર રજુ કર્યા હતા.

ઉના નગરપાલિકા ની 36 બેઠક પર 80 ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે જેમાં વોર્ડ નંબર 1 મા 8 વોર્ડ નંબર 2 મા 9 વોર્ડ નંબર 3 મા 8 વોર્ડ નંબર 4 મા 9 વોર્ડ નંબર 5 મા 9 વોર્ડ નંબર 6 મા 8 વોર્ડ નંબર 7 મા 10 વોર્ડ નંબર 8 મા 7 વોર્ડ નંબર 9 મા 8 આમ 36 બેઠકો પર 80 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે ઉના નગરપાલિકા ની ચુંટણી મા આ વખતે ભાજપ સાસીત પાલિકા મા આપ ના સૌથી વધું 38 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ભાજપ ના 37 ઉમેદવાર અને અપક્ષ 4 એ ઉમેદવારી નોંધાવી હતી રાષ્ટ્રીય કોંગ્રેસ ને માત્ર 1 ઉમેદવાર મળ્યો છે જે પણ ઉના શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા એ ફોર્મ ભર્યું છે.

ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ચૂંટણી ના માહોલ માં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોના નામાંકન પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવામાં આવ્યા એ પહેલાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના કાર્યાલય ખાતે થી મોટીસંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ટેકેદારો, કાર્યકરો ની રેલી નિકળી હતી જેભા લોકપ્રિય સિંગર રાજલ બેન બારોટ એ ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7 માંથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પગપાળે ચાલી નિકળતા આકર્ષણ ઉભું કર્યું હતું આ તકે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા.

સનખડા બેઠક ભાજપને બિનહરીફ
તાલુકા પંચાયતના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાંજ ઉના તાલુકાનાં સનખડા 19 બેઠક પર ભાજપના અનુસુચિત આદિજાતિની બેઠક પર ભાવના બેન નાથાભાઈ સાવધરીયાએ ફોર્મ ભર્યું હોય તેની સામે કોંગ્રેસ આપ કે અન્ય વિરોધ પક્ષ દ્વારા દાવેદારી ન નોંધાવતા આ સનખડા બેઠક બિનહરીફ થયેલ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા પંચાયતની બેઠકમાં ભાજપનું ખાતુ ખુલતાની સાથે ભારતિય જનતા પાર્ટીના કાર્યકરો અને ટેકેદારોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

Exit mobile version