સાવરકુંડલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાના 9 વોર્ડ માટે 36 બેઠક ઉપર લડનાર ઉમેદવારો નો ભારે ધસારો જોવા મળ્યો. ક્યાંક ખુશી તો ક્યાંક ગમના માહોલ વચ્ચે અસંતોષ નો ઉકળાટ દેખાઈ રહ્યો છે.
સાવરકુંડલા શહેરમાં કાર્યકર્તાઓ અને નગરજનોમાં જૈન સમાજની બાદબાકી સ્પષ્ટપણે જોવા મળી રહી છે સામાન્ય રીતે કોઈપણ પક્ષમાં કામ કરી રહેલા કાર્યકર્તાઓને તક ન આપતા આ નારાજગી સ્પષ્ટપણે દેખાય છે કોંગ્રેસમાંથી 4 વ્યક્તિઓ ભાજપમાં આવતા જ તુરત જ ટિકિટ આપી દેવામાં આવી છે જ્યારે ભાજપમાંથી બે વ્યક્તિ કોંગ્રેસમાં જતા તેમને પણ ટિકિટ આપી દેવામાં આવતા પાયાના કાર્યકરોમાં સ્પષ્ટપણે નારાજગી દેખાઈ આવે છે. ભાજપમાંથી ધર્મેન્દ્ર મહેતા અને અનિરુદ્ધ સિંહ વાજા રાઠોડ ને કોંગ્રેસે તુંરત ટિકિટ આપી દીધી છે. જ્યારે કોંગ્રેસમાંથી દક્ષાબેન ચોટલીયા ભૂપતભાઈ ચુડાસમા વિપુલભાઈ ઉનાવા અને સોહીલ શેખને ભાજપે ટિકિટ આપી દીધી છે. હાલ નગરપાલિકામાં વિવિધ પક્ષમાંથી ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા છે તેના ઉપર નજર કરીએ તો ભાજપ ના 38 કોંગ્રેસના 39 અને આપ ના 30 મળી કુલ 107 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યા છે.
સાવરકુંડલા નગરપાલિકામાં અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ધસારો

