હળવદ મોરબી હાઈવે પર રામકો વિલેજ સોસાયટી નજીક બે બાઈક સામસામે અથડાતા ઘરે જઈ રહેલા વૃદ્ધનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મૂળ પોરબંદર હાલ મોરબીના મહેન્દ્રનગર નજીક રહેતા હાર્દિકભાઈ કિશોરભાઈ નૈનુંજીએ બાઈક જીજે 03 સીએચ 1840 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી કિશોરભાઈ નૈનુંજી ગત તા. 23 માર્ચના રોજ બાઈક જીજે 02 એસ 5914 લઈને ઉંચી માંડલ ગામ પાસે આવેલ જારકો સિરામિકથી મહેન્દ્રનગર ઘરે પરત આવતા હતા ત્યારે રામકો વિલેજ સોસાયટી પાસે પહોંચતા બાઈક જીજે 03 સીએચ 1840 ના ચાલકે બાઈક સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના પિતા કિશોરભાઈ નૈનુંજીનું થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
