Site icon Gujarat Mirror

મહારાષ્ટ્રમાં કેસરિયો લહેરાતા શહેર-જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી

તાજેતરમાં મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની થયેલ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી પક્ષના ઉમેદવારોની જીત થઇ છે અને ફરી એક વાર દેશમાં ભાજપની સરકારનું નેતૃત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોને જનતાએ વધાવી ભાજપ પક્ષને મહારાષ્ટ્રની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત અપાવી મહાનગરપાલિકાનો વહીવટ તેમને સોંપ્યો છે. આ જીતને વધાવવા રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારોએ જીતના વધામણા, આતશબાજી કરી ફટાકડા ફોડવામાં આવ્યા હતા, આ તકે સૌ હોદ્દેદારોએ એકબીજાને મીઠાઈ વહેંચી મોઢા મીઠા કર્યા હતા.

આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, વિધાનસભા68 ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, વિધાનસભા69 ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, દંડક નેતા મનીષભાઈ રાડિયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા તેમજ જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી ધવલભાઈ દવે, રવિભાઈ માકડિયા, દિનેશભાઈ અમૃતિયા, વલ્લભભાઈ શેખલિયા, શૈલેષભાઈ અજાણી સહિત કોર્પોરેટરના પૂર્વ પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, શહેર ભાજપ હોદ્દેદારઓ, વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ, વોર્ડ પ્રભારીઓ, શહેર મોરચા પ્રમુખ, મહામંત્રીઓ સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ મહારાષ્ટ્રની જીતના વધામણામાં ઉપસ્થિત રહયા હતા.

Exit mobile version