પૂર્વપ્રેમી પીછો નથી મુક્તો; યુવતીએ મિત્રતા પૂરી કરી તો સગાઇ તોડાવી, હવે લગ્ન કર્યા તો પજવણી કરે છે !

શહેરમાં એક પરિણીત યુવતીને તેના લગ્ન બાદ પણ પુર્વ પ્રેમી દ્વારા હેરાન કરવામાં આવતી હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ…

શહેરમાં એક પરિણીત યુવતીને તેના લગ્ન બાદ પણ પુર્વ પ્રેમી દ્વારા હેરાન કરવામાં આવતી હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.આ બનાવમાં પોલીસે યુવતિની ફરિયાદ પરથી સહકાર રોડ પર રઘુવીર સોસાયટીમાં કલ્યાણ હોલ સામે રહેતાં રાજ ભરતભાઇ ઝીંઝુવાડીયા વિરૂૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ કરી છે.યુવતિ હાલ તેના માતા-પિતા સાથે રહે છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ 2022માં હું કોલેજમાં ભણતી ત્યારે ઇન્સ્ટાગ્રામ આઇડી મારફત રાજ ઝીઝુંવાડીયા સાથે

પરિચય થયેલ અને બાદ મિત્રતા થઇ હતી. અમે ફોન મેસેજ અને રૂૂબરૂૂ મુલાકાતોથી વાત કરતાં હતાં. બાદ 2024માં મારી સગાઇ નક્કી થતા રાજ સાથેની મિત્રતા તોડી નાંખી હતી. પણ રાજને સગાઇની જાણ થતાં તેણે મારી સગાઇ તોડાવી નાંખી હતી અને સતત પોતાની સાથે સંપર્ક રાખવા દબાણ કરી ધાકધમકી આપતો હતો. આ પછી તાજેતરમાં મારા લગ્ન થઇ ગયા હોઇ હું સાસરેથી રાજકોટ પીયરે રોકાવા આવતાં તેની જાણ રાજને થતાં રાજ અવાર-નવાર મારી શેરીમાંથી નીકળતો હતો અને મારી સામે ખુન્નસપુર્વક જોતો હતો.

તેમજ તે પોતાની સાથે સંપર્ક રાખવા, વાત કરવાન સતત દબાપણ કરતો હતો. હું શેરીમાં એક દિવસ ઉભી હતી ત્યારે રાજ મારી પાસે આવેલ અને છરી બતાવી મને કહેલ કે જો તુ મારી સાથે સબંધ નહી રાખે તો તને, તારા ભાઈને તથા તારા પિતા અને પતિ ને પતાવી દઇશ જેથી હું ખુબ ડરી ગયેલ હતી. ત્યારબાદ આ રાજ હુ ઘરની બહાર જ્યાં જાવ ત્યા ત્યા આ રાજ મારી પાછળ પાછળ આવતો અને મને ફોનમાં વાત કરવા માટે તેમજ સંપર્ક રાખવા માટે સતત દબાણ કરતો અને ધાક ધમકી આપતો હતો.

ત્યારબાદ માર્ચ મહીનામા રાજ મોરબી મારા સાસરે આવેલ હતો અને ત્યાં આવી મને કહેલ કે મારી પાસે તારા ફોટા છે તે હું તારા સાસરી પક્ષમા વાઇરલ કરી દઉં છું. તેમ કહી મને ડરાવી ધમકાવી હતી. ત્યારબાદ ફરીથી ગત તા. પાંચમીના રોજ મને મોબાઇલથી ફોન કરી કહેલું કે-જો મારી સાથે સંબંધ નહી રાખે તો મને બદનામ કરી તારા પરીવારને જાનથી મારી નાંખીશ. આમ રાજ સતત હેરાન પરેશાન કરી ધમકાવતો હોઇ અંતે મેં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું અને પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં તેણીએ જણાવતાં પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં હેડકોન્સ. ટી. એન. જોષીએ ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએસઆઇ વી. એલ. રાઠોડે હાથ ધરી આરોપીને ઝડપી લેવા તજવીજ કરી હતી