Site icon Gujarat Mirror

આરવર્લ્ડ સિનેમા પાસે અકસ્માતમાં ઘવાયેલા બાઈકચાલકે દમ તોડ્યો

 

શહેરમાં કસ્તુરબા રોડ ઉપર આવેલ આરવર્લ્ડ સિનેમા પાસે રોડ ક્રોસ કરતી મહિલાને બાઈક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારી મહિલા અને બાઈક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈકચાલકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરના કોઠારિયા રોડ ઉપર આવેલ દેવપરામાં રહેતા વિજય ખુશાલભાઈ પાટડિયા (ઉ.વ.45) રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને કસ્તુરબા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરવર્લ્ડ સિનેમા પાસે વર્ધમાનનગરમાં રહેતા પારુલબેન મનીષભાઈ નાડુ (ઉ.વ.42) રસ્તો ઓળંગતા હતા જેને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાહદારી મહિલા અને બાઈક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈકચાલકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રૌઢ બે ભાઈ બે બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મૃતક વિજયભાઈ પાટડિયા ઇમિટેશનનું કામ કરતા હતા. રાત્રીના સમયે આંટો મારવા બહાર નીકળતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version