Site icon Gujarat Mirror

આજી વસાહતમાં પોલીસ અરજીનો ખાર રાખી બાઇકમાં તોડફોડ, પરિણીતાની છેડતી કરી

80 ફૂટ રોડ નજીક આજી વસાહતમાં રહેતાં એક યુવાને કરેલી પોલીસમાં અરજીનો ખાર રાખી સંબંધીઓએ પાઈપ વડે હુમલો કરી સ્કુટરમાં તોડફોડ કરી તેના ઘરમાં ઘુસી તેના ભાઈ પર ધોકા વડે હુમલો કરી પત્નીની છેડતી કરી ઘરમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં સિવીલમાં પણ જઈ યુવાનને ધમકી અપાતા થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ મામલે યુવાનની ફરિયાદ પરથી તેના સંબંધીઓ મહેશ કેશુ, તેના પુત્ર મનીષ મહેશ ભોજાણી, સંજય કેશુ, કેશુ ચના, અભય સંજયભાઈ સામે છેડતી,ધમકી અને મિલકત નુકશાન અંગેનો ગુનો દાખલ કર્યો હતો.પોલીસે જણાવ્યું કે આરોપીઓ યુવાનને વિશ્વાસમાં લઈ સ્કુટર, ફોન અને આઠ લાખ કટકે કટકે લઈ ગયા હતા.જે પરત માંગતા આરોપીઓએ ગાડી, મોબાઈલ અને પૈસા ભુલી જજે કહી વિશ્વાસઘાત કરી ધમકી આપી હતી.

જેથી તેણે આ મામલે પોલીસમાં અરજી કરતા ખાર રાખી યુવાન અમુલ સર્કલ પાસે હતો ત્યારે તેના પર પાઈપથી હુમલો કરી સ્કુટરમાં તોડફોડ કરી ફોન ભાંગી 15 હજારનું નુકશાન કર્યું હતું. એટલું જ નહીં યુવાનના ઘરે જઈ તેના ભાઈ પર છરી-ધોકા વડે હુમલો કરી ઘરમાં તોડફોડ કરી યુવાનની પત્નીની છેડતી કરી અપશબ્દો કહી મારકૂટ કરી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘાયલ યુવાન સિવિલમાં સારવાર માટે જતા આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા અને ફરિયાદ કરીશ તો ગાડીમાથે ચડાવી દઈશ તેમ કહી અને પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે થોરાડા પોલીસના સ્ટાફે આરોપીઓ સામે ગુનો નોંધયો હતો.આ અંગે પીએસઆઇ એ.પી.રતન તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version