Site icon Gujarat Mirror

રિક્ષા દૂર રાખવાનું કહેતા નાળિયેરના ધંધાર્થી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

શહેરમાં મોચી બજારના ખાડા વિસ્તારમાં રહેતો અને લોટરી બજારમાં નાળીયેર વેંચતા યુવાને રીક્ષા દૂર રાખવાનું કહેતા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં મોચી બજારના ખાડા વિસ્તારમાં રહેતો હિરેન પુનાભાઈ સોંદરવા નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં લોટરી બજારમાં હતો. ત્યારે રીક્ષા હટાવવા મુદ્દે બોલાચાલી થતા ચાર જેટલા અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં હિરેન સોંદરવા લોટરી બજારમાં લારી રાખી નાળિયેર વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની લારી આડે અજાણ્યા શખ્સે રીક્ષા ઉભી રાખી હતી. જેથી હિરેન સોંદરવાએ રીક્ષા દૂર રાખવાનું કહેતા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલોસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version