ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓેને અમદાવાદ ના છોડવા સૂચના

Published

on

ગુજરાતમાં દર વર્ષે વિદેશથી અનેક વિદ્યાર્થીઓ જુદી જુદી યુનિવર્સિટીઓમાં ભણવા આવતા હોય છે. હાલ ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશનાં 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશમાં અનામતને લઇને શરૂ થયેલા પ્રદર્શનને કારણે શેખ હસીનાએ વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યું છે અને બાંગ્લાદેશમાં તખ્તાપલટ થઇ ગયો છે. શેખ હસીના દેશ છોડીને ભારતમાં શરણમાં આવ્યા છે. આ વચ્ચે અમદાવાદમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને શહેર ના છોડવા માટે સૂચના આપવામાં આવી છે.

બાંગ્લાદેશમાં સર્જાયેલી સ્થિતિને લઈ ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર દ્વારા વિદ્યાર્થીઓ સાથે બેઠક કરવામ હતી. જે બાદ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે.

બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ગુજરાત યૂનિવર્સિટીના બે ઇમરજન્સી નંબર આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને મુખ્ય નંબર સિવાય અન્ય ઇમરજન્સી નંબર પણ આપવામાં આવ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર રિએક્ટ ના કરવા અને અફવા પર ધ્યાન ના આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાત યૂનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે સરકારની એડવાઇઝરીનું પાલન કરવા અને પરિવારના સંપર્કમાં રહેવા માટે પણ સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version