Site icon Gujarat Mirror

ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ પર લગ્નની લાલચે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ શિહોરના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી એક મહિલા જે ડિવોર્સી છે તે instagram દ્વારા સિહોરના જીગર ચાવડા નામના યુવાનના સંપર્કમાં આવી હતી અને તેણે પણ તેની પત્ની સાથે છુટાછેડા લીધેલા છે. છેલ્લા એક વર્ષથી બંને સંપર્કમાં હતા અને આ શખ્સ એ મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધો કેળવ્યા હતા અને દુષ્કર્મ કર્યું હતું.

તેમજ વિશ્વાસમાં લઈ તેના ક્રેડિટ કાર્ડનાના નામે લોન અને વાહન લીધું હતું. આરોપીએ રૂૂપિયા પાંચ લાખની ઠગાઈ પણ કરી છે. દરમિયાન લગ્ન કરવાનીના પાડી માત્ર સંબંધ રાખવા જ જણાવતા મહિલા કોન્સ્ટેબલે ભાવનગર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ થી પોલીસબેડા માં ચકચાર મચી જવા પામી છે.

Exit mobile version