Site icon Gujarat Mirror

ધૂમાડા ઓકતા ટુ-વ્હિલર્સની ઝડપ આપમેળે ઘટી જશે

દેશમાં વાયુ પ્રદૂષણ પર કડક નિયંત્રણ લાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એક નવા અને કડક નિયમ પર કામ કરી રહ્યું છે. જે હેઠળ જો કોઈ ટુ-વ્હીલર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ધુમાડો કે ધુમાડો ગેસ છોડશે, તો તેનું એન્જિન આપમેળે ’લિમ્પ-હોમ મોડ’માં જતું રહેશે. આ સિસ્ટમ સક્રિય થવાથી વાહનની સ્પીડ અને એન્જિનનો પાવર એટલો ઘટી જશે કે ચાલક તેને ઝડપથી કે સામાન્ય રીતે ચલાવી શકશે નહીં.

વાહન માત્ર એટલી જ ગતિએ ચાલી શકશે કે જેથી તેને નજીકના સર્વિસ સેન્ટર કે ગેરેજ સુધી લઈ જઈ શકાય.
આ વ્યવસ્થા વાહનમાં લાગેલા અદ્યતન ’ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિક્સ’ (OBD -2) સિસ્ટમ દ્વારા સંચાલિત થશે. OBD સિસ્ટમ વાહનના એમિશન ક્ધટ્રોલ પાર્ટ્સ અને સેન્સર્સ પર રિયલ-ટાઇમ નજર રાખે છે. 1 એપ્રિલ, 2025 પછી બનેલા ઇજ-6 OBD -2 વાહનો માટે ઉત્સર્જન મર્યાદા નિર્ધારિત કરાયેલી છે, જેમાં પેટ્રોલમાં કાર્બન મોનોક્સાઈડ (CO), નોન-મિથેન હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx)ની ચોક્કસ મર્યાદા નક્કી છે. જો વાહનમાં કોઈ ખામી સર્જાય અને પ્રદૂષણ આ નિર્ધારિત થ્રેશોલ્ડથી વધી જાય, તો સિસ્ટમ વાહનચાલકને વાહન રિપેર કરાવવા મજબૂર કરવા તરફ દોરી જશે.

ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (અઈંજ-137) હેઠળ OBD -2ઇ ની જરૂૂરિયાતો પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વાહન ઉત્પાદકોના સંગઠન ’સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ’ (જઈંઅખ) એ શરૂૂઆતમાં ઓડિયો એલાર્મ કે ચેતવણી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જોકે, માત્ર ચેતવણીથી વાહનચાલકો તાત્કાલિક રિપેરિંગ ન કરાવતા હોવાથી પાવર અને સ્પીડ ઘટાડવાના વિકલ્પ પર ભાર મુકાયો હતો. જઈંઅખ એ એવી દલીલ કરી હતી કે આ સિસ્ટમ માટે મોટા પાયે ટેકનિકલ ડેવલપમેન્ટ જરૂૂરી હોવાથી તેને વર્ષ 2027 થી લાગુ થનારા સંભવિત ’ઇજ-7’ ઉત્સર્જન નિયમો સાથે જોડવામાં આવે.

પરંતુ પરિવહન મંત્રાલય અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી (ઈંઈઅઝ) એ ઓટો ઉદ્યોગની આ વિનંતી ફગાવી દીધી છે. મંત્રાલયનું સ્પષ્ટ કહેવું છે કે આ જોગવાઈ પહેલેથી જ ઇજ-6 OBD -2 ફ્રેમવર્કનો હિસ્સો છે, જેથી તેને ઇજ-7 સુધી મુલતવી રાખી શકાય નહીં. જોકે, આ ફોર્સ્ડ-રિપેર સિસ્ટમ વાહનની સ્પીડ કેટલી મર્યાદિત કરશે અથવા વાહનને સ્ટાર્ટ થવામાં મોડું કરશે કે કેમ, તે અંગે વિસ્તૃત યોજના આગામી બેઠકમાં રજૂ કરવા જઈંઅખ અને ઈંઈઅઝ ને આદેશ કરાયો છે.

Exit mobile version