26.87 કરોડના ખર્ચે રીનોવેટ કરેલ ભક્તિનગર રેલવે સ્ટેશને ગંદકીના થર અને દારૂની મહેફીલ

એક તરફ સરકાર રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને ’સ્વચ્છ ભારત’ અભિયાનના મોટા ઉપાડ કરી રહી છે, ત્યારે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પરની વાસ્તવિકતા તંત્રની કામગીરી પર…

એક તરફ સરકાર રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને ’સ્વચ્છ ભારત’ અભિયાનના મોટા ઉપાડ કરી રહી છે, ત્યારે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પરની વાસ્તવિકતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરે તેવી છે. કરોડો રૂૂપિયાના ખર્ચે રી-ડેવલપ કરવામાં આવેલું આ સ્ટેશન હાલમાં અસામાજિક તત્વો અને અસ્વચ્છતાનું કેન્દ્ર બન્યું હોય તેમ લાગી રહ્યું છે. સ્ટેશનના પરિસરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રેલવે ટ્રેક અને પ્લેટફોર્મની આસપાસ કચરાના ઢગલા મુસાફરો માટે દુર્ગંધનું કારણ બની રહ્યા છે. આટલું ઓછું હોય તેમ, સ્ટેશનની અંદર જ દેશી દારૂૂની કોથળીઓ જોવા મળતા તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ક

રોડોના ખર્ચે આધુનિક સુવિધાઓ તો આપવામાં આવી, પરંતુ તેની જાળવણી કરવામાં રેલવે તંત્ર તદ્દન નિષ્ફળ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ સ્ટેશનનું વ્યાપક આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 26.80 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં સ્ટેશનના વિકાસ માટે 11.81 કરોડ અને ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 14.99 કરોડની રકમ સામેલ છે. દૈનિક આશરે 4,700 મુસાફરોની અવરજવર કરશે છે પરંતુ આ આધુનિક રેલવે સ્ટેશનમાં દારૂૂની મહેફિલમાં માણતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા એટલું જ નહીં પરંતુ રેલવે સ્ટેશન માટે ગંદકી પણ જોવા મળી હતી.