Site icon Gujarat Mirror

BCCIએ IPLના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું

બીજા તબક્કામાં 12 સ્થળોએ રમાશે 50 મેચ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2026ના બીજા તબક્કાના શેડ્યૂલની જાહેરાત કરી છે. જોકે, બોર્ડે હજુ સુધી પ્લેઓફ અને ફાઇનલની તારીખો જાહેર કરી નથી. BCCIએ 70 લીગ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જે 24 મે સુધી ચાલશે. IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂૂ થશે. બોર્ડે અગાઉ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું અને હવે બીજા તબક્કામાં BCCIએ લીગ તબક્કાની બાકીની 50 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે.

BCCIએ અગાઉ 12 એપ્રિલ સુધીના મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું અને હવે 13 એપ્રિલથી 24 મે સુધીના મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બીજા તબક્કામાં, IPL મેચો 12 સ્થળોએ રમાશે: બેંગલુરુ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, લખનૌ, જયપુર, ધર્મશાળા, રાયપુર અને ન્યુ ચંદીગઢ. 13 એપ્રિલે, સનરાઇઝર્સ હૈદરાબાદ હૈદરાબાદમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે.

Exit mobile version