Site icon Gujarat Mirror

ઇમ્પેક્ટ પ્લેયર અને કેચના નિયમો બાબતે તમામ કેપ્ટનોને ચેતવણી

આવતીકાલે શરૂૂ થતી આઇપીએલની 19મી સીઝન પહેલાં આ ટૂર્નામેન્ટના સંચાલક બોર્ડ ઑફ ક્નટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ તમામ 10 ટીમના કેપ્ટનોને કેટલીક બાબતો વિશે વાકેફ કરી દીધા છે તેમ જ જણાવ્યું છે કે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ હજી બે વર્ષ (2027ની સીઝન સુધી) અસ્તિત્વમાં રહેશે. બીસીસીઆઇએ તમામ ટીમોના સુકાનીઓને કેચ વખતે પોતાના ખેલાડીઓ દ્વારા કરવામાં આવતા સેલિબે્રશન બાબતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે ‘કેચ ઝીલતી વખતે જો ફીલ્ડરે બોલ પર પૂર્ણપણે અંકુશ મેળવ્યો હશે (કેચ કમ્પ્લીટ કર્યો હશે) અને પોતાના શરીર પર (મૂવમેન્ટ પર) તેનો સંપૂર્ણ અંકુશ હશે તો જ એ કેચ ગણાશે.’

ક્રિકેટરો માટેની પ્લેઇંગ કન્ડિશન્સની 33.3 નંબરની કલમ મુજબ ‘ફીલ્ડર શારીરિક રીતે સૌથી પહેલાં બોલના સંપર્કમાં આવે ત્યારે તેણે કેચ ઝીલવાની શરૂૂઆત કરી કહેવાશે અને તેણે બોલ પર તેમ જ પોતાના શરીરની મૂવમેન્ટ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હશે તો જ એ કેચ ઝીલાયો કહેવાશે.’ આ નિયમ નવો નથી, પરંતુ બીસીસીઆઇએ બુધવારે કેપ્ટનોની મીટિંગમાં કેચને લગતી આ બાબત પર ભાર મૂક્યો હતો. ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ એવો છે જેમાં બન્ને ટીમે મેચની શરૂૂઆત પહેલાં પ્લેઇંગ-ઇલેવન ઉપરાંત પાંચ-પાંચ ખેલાડીના નામ અમ્પાયરોને આપવા પડે છે અને મેચ દરમ્યાન ટીમ એ પાંચમાંના કોઈ એક ખેલાડીને પોતાની ઇલેવનમાંના કોઈ પણ એક ખેલાડીના સ્થાને રમાડી શકે છે.

Exit mobile version