શહેરીની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા ગઢકા ગામે રહેતા બેંક ઓફ બરોડાના પ્યુનનું બાથરૂમમાં પડી જતા બેભાન થઇ જતા મોત નિપજ્યુ છે. જયારે કોઠારિયા સોલવન્ટમાોં સીડી પરથી પડી જતા વૃધ્ધનું મોત થયુ હતું.
જાણવા મળતી વિગત મુજબ ગઢકા ગામે રહેતા રામજીભાઇ દેવાભાઇ ખીમસુરીયા (ઉ.વ.73)નામના વૃધ્ધ આજે સવારે બાથરૂમમાં હતા ત્યારે પડી જતા બેભાન થઇ ગયા હતા. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ બે બહેનમાં મોટા અને બેંક ઓફ બરોડા પ્યુન તરીકે નોકરી કરતા હોવાનુ જાણવા મળ્યુ છે.
જયારે બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટમાં સુભમ પાર્કમાં રહેતા નાનજીભાઇ અમરાભાઇ ગોહેલ (ઉ.વ.80)નામના વૃધ્ધ ગઇકાલે સવારે સીડી પરથી પડી જતા તેમને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

