મવડી બાપા-સીતારામ ચોકમાં સર્કલ-દબાણ બાબતે અરજીમાં બે મહિના સુધી કાર્યવાહી ન થઇ, સોમવારે ડમ્પરચાલકે સ્કૂટર સવારને કચડી નાખ્યો, આ પાપ કોના શિરે ?
તંત્રની બેદરકારીથી સામાન્ય નાગરીકનો જીવ ખોવાવાની ઘટના શહેરમા બની છે. બે દિવસ પહેલા સોમવારે મવડીના બાપા સીતારામ ચોકમા ભારે ટ્રાફીક વચ્ચે ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા કાન્તીલાલ વિઠ્ઠલભાઇ નાદપરાનુ મૃત્યુ થયુ હતુ. આ ચોકમા આડેધડ દબાણ, ખોદકામ અને સર્કલ નાનુ કરવા માટે મ્યુનિશીપલ કમીશ્નરને અરજી કરાઇ હોવા છતા કોઇ કાર્યવાહી ન થતા આ અકસ્માત સર્જાયો હોવાનુ માની સ્થાનીક લોકોમા રોષની લાગણી ફેલાઇ છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે મવડી વિસ્તારમા આવેલ બાપા સિતારામ ચોકમા તંત્રની મીઠી નજર હેઠળ લાંબા સમયથી રસ્તાની બંને બાજુએ દબાણ અને લારીઓનો અડ્ડો જોવા મળે છે. રસ્તા પર શેરડીનાં ચીચોડાઓ ખડકાઇ ગયા છે. તેમજ આજુ બાજુની પાનની દુકાનોમા પણ ગ્રાહકો જેમ – તેમ રસ્તા પર વાહનો મુકીને ચાલ્યા જતા હોય છે પરીણામે ભયંકર ટ્રાફીક સર્જાય છે.
આ ટ્રાફીક સમસ્યાનાં નિવારણ માટે જગ્યા રોકાણ શાખા અને ટ્રાફીક પોલીસને ફરિયાદ કરાઇ હોવા છતા બંને તંત્ર દ્વારા એકબીજા પર ચલકચલાણુ રમીને કોઇ કાર્યવાહી કરી ન હતી. પરિણામે તા. 26-12-2024 નાં રોજ બાપા સીતારામ ચોકનુ સર્કલ નાનુ કરવા મ્યુનિસિપલ કમીશ્નરને લેખીત અરજી કરી હતી પરંતુ આ બાબતે કોઇ કાર્યવાહી હાથ ધરાઇ ન હતી.
રવિવારથી સ્થાનિક રહિશોના અનશન અને ધરણાં
આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે , મવડી છેલ્લા કેટલી સમય થી તંત્ર ની બેદરકારી નો શિકાર બની રહ્યો છે , મવડી ના બાપા સીતારામ ચોક પર છેલ્લા કેટલાય સમય થી લોકો સર્કલ નાનું કરવામાં આવે અને ત્યાં ટ્રાફિક પોલીસ રાખવામાં આવે એવું માંગ કરી હતી, ત્યાં છેલ્લા કેટલાય સમય થી મુખ્ય સર્કલ પર રેકડી અને રસ્તા પર દબાણ અંગે ની ફરિયાદ જગ્યા રોકાણ શાખા અને ટ્રાફિક પોલીસ ને કરી હતી, પરંતુ બને એકબીજા પર છલકછ્લાનુંરમતા હોઈ એ રીતે જવાબદારી થી મુક્ત થતા હતા, રાત્રે 9 વાગ્યા થી અહીના સર્કલ પર અને બાપા સીતારામ ચોક પર તથા અહીના ચોક માં આવેલ બંને દુકાનપર ટ્રાફિક અંને વાહન આડેધડ પાર્ક કરતા લોકો મુશ્કેલી માં મુકાયા છે, રસ્તા પર શેરડી ના સીસોડા અને આડેધડ ની મંજુરી સાથે રીઅલ પ્રાઈમ ના ગેટ ની સામે પણ રેકડી ચાલકો ત્રાહિમામ બન્યા છે, ત્યાં બને સાઈડ સર્કલ પર દબાવેલ રોડ ખુલ્લા કરવા તથા સર્કલ સાવ નાનું કરવાનું અરજી આસપાસ ના લોકો એ 26.12.2024 ના કમિશનર ને કરી હતી પરંતુ સાહેબ એ આ અરજી ધ્યાન ના આપતા, ગત રવિવારે એક વ્યક્તિ ને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યાં ના પણ ધારકો ને સાવરતા અને આડેધડ ધંધો કરવા દેતા દુકાનધારકો થી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે ,તો રીઅલ પ્રાઈમ ગેટ સામે નો આલાપ મેઈન રોડ પર જો ડામર નહિ કરવામાં આવે તો લોકો રવિવારે ધરણા પર ઉતારવાના છે .