ગોંડલના વેપારીની હત્યાનો પ્રયાસ ડૈયા ગામે નદીના કાંઠે ઇજાગ્રસ્ત મળ્યો

ગોંડલના વેપારી ઉપર ડૈયા ગામે નદીના કાંઠે ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ થયો છે. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે…

ગોંડલના વેપારી ઉપર ડૈયા ગામે નદીના કાંઠે ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ થયો છે. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધાયો છે. વેપારીની હત્યાનો પ્રયાસ કરનાર કોણ ? તે મામલે પોલીસે તપાસ શરૂૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત મવગતો અનુસાર, ગોંડલના દેવપરા વિસ્તારમાં આવેલી ખાંટકા શેરીમાં રહે તા અને નાની બજારમાં ફૂટવેરની દુકાન ચલાવતા યાસીનભાઈ ઇબ્રાહીમભાઇ કબીરે (ઉ.વ. 32) ગોંડલ તાલુકા પોલીસમાં અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના મોટા ભાઈ જુનેદભાઈ (ઉ.વ. 33), જેઓ મોવયા રોડ પર પ્રોવઝન સ્ટોર ચલાવે છે, તેઓ ગત 16મી જૂ નની રાત્રે અગયારેક વાગ્યે દુકાને જવા નીકળ્યા હતા,મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા તેમની પત્ની નામયાબાનુએ તેમને ફોન કર્યો હતો, જેમાં જુનેદભાઈએ થોડું કામ હોવાથી મોડા આવવાનું જણાવ્યું હતું જોકે, ત્યાર બાદ તેઓ ઘરે પરત ફર્યા ન હતા અને તેઓ ફોન પણ કોઈ ઉપાડતા ન હતા. 17મી જૂનના રોજ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ જુનેદભાઈના પત્નીએ ફરીથી ફોન કરતા કોઈ અજાણ્યા વ્યકિતએ ફોન ઉપાડ્યો હતો અને ફોન પર રહેલી વ્યકિતએ જણાવ્યું હતું કે જુનેદભાઈ ડૈયા ગામની નદીના કાંઠે લોહીલુહાણ હાલતમાં પડ્યા છે અને તેમની મોટરસાયકલ જીજે- 03 કેજે-6803 પણ ત્યાં જ પડી છે, ઈજાગ્રસ્ત જુનેદભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

જુનેદભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોય વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ હુમલો ક્યા કારણોસર અને કોણે કર્યો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ મામહતી મળી શકી નથી સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.